મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કાર્યરત દિપક ફાઉન્ડેશનની વિવિધ સેવા પ્રવૃત્તિઓને કલેક્ટરે બિરદાવી, સેવાનો વિસ્તાર આગળ ધપાવવા કર્યુ આહવાન


SHARE





મોરબી જિલ્લામાં કાર્યરત દિપક ફાઉન્ડેશનની વિવિધ સેવા પ્રવૃત્તિઓને કલેક્ટરે બિરદાવી, સેવાનો વિસ્તાર આગળ ધપાવવા કર્યુ આહવાન

મોરબી સામાકાંઠે હોટેલ રીજન્ટા ખાતે વાંકાનેર તાલુકામા દીપક ફાઉન્ડેશન અંતર્ગત વિવિધલક્ષી સેવાકીય પ્રવૃતિઓ અને સરકાર સંગાથે હાથથી હાથ મિલાવી વિવિધલક્ષી સરકારી યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રેરક પ્રયાસનાં ભાગરૂપે હાલ વાંકાનેર તાલુકામા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ બદલ દીપક ફાઉન્ડેશનની ટીમને જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા દ્વારા અભિનંદન આપીને આવનાર સમયમાં હજુ પણ ઉત્કૃષ્ટ સેવા કરતા રહે અને સરકારની લોકઉપયોગી વિવિધ લક્ષી ફ્લેગશિપ યોજનાઓથી વંચિતોને લાભ અપાવવા દીપક ફાઉન્ડેશન અને સાથી સંસ્થા તેમજ ટીમ આગામી સમયમા વધુ અને વધુ લોક ભોગ્ય સેવાકીય કાર્યો કરતા રહે તેવી અપીલ કરી ગતી.તેમજ આ અંગે તેમના ઉત્કૃષ્ઠ કામગીરી અંગે સમય આવ્યે વહીવટી તંત્ર દ્વારા પણ નોંધ લઈને આ પ્રસંશનીય કાર્યો બદલ સન્માન પણ કરાશે તેમ કલેકટરે પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યુ હતુ.

આ તકે વાંકાનેર ડે .કલેકટર સેરશિયા, ટીડીઓ, મામલદાર, સીડીપીઓ સહિત દીપક ફાઉન્ડેશનનાં સ્મિતા મણિયાર ઉપસ્થિત રહી પ્રસંગોચિત વકતવ્ય આપી મોરબી જીલ્લામાં વાંકાનેર સહિત જિલ્લામાં થતી પ્રેરક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવેલ તેમજ મોરબી જીલ્લા વહીવટી તંત્ર અને વાંકાનેર પ્રાંત કચેરી વગેરે દ્વારા મળતા સહયોગ અંગે આ તકે આભાર વ્યક્ત કરી ખુશી દર્શાવેલ.અંતમા દીપક ફાઉન્ડેશન આયોજિત આજના સેમીનારમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ગ્રામજનો, અધિકારીગણનો સંસ્થા વતી કોમલ પંચાસરાએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News