મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવા બેથી વધુ સમર્થકો આવવું નહીં
મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા નવરાત્રિ (દશેરા)ને લઈને ચિત્રસ્પર્ધાનું આયોજન
SHARE







મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા "નવરાત્રિ (દશેરા)"ને લઈને ચિત્રસ્પર્ધાનું આયોજન
ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી "મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ" ના અભિયાનની નવતર પહેલ કરી છે.
આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ વર્ષના(જન્મ તા.૩૧/૧૨ ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર "નવરાત્રિ (દશેરા)" વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મ તારીખ, સ્કુલનું નામ, મોબાઇલ નંબર, ઇ-મેઈલ આઈડી લખી અને સાથે આધાર કાર્ડની નકલ તા.૧૮/૧૦/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ, મોરબી ખાતે મોકલવાનું રહેશે. રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
