મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને શુકરવારે એલપીજી કનેકશન અપાશે


SHARE













મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને શુકરવારે એલપીજી કનેકશન અપાશે

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨  “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા  યોજના-૨.૦અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૧ ના રોજ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦નું અમલીકરણ શરૂ કરાયેલ છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦અંતર્ગત સમગ્ર રાજ્યને કેરોસીન મુકતકરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ આ માટે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા  યોજના-૨.૦અંતર્ગત મોરબી જિલ્લાના બાકી રહેલા એ.એ.વાય. તથા બી.પી.એલ. કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલ.પી.જી. ગેસ કનેકશનનો લાભ આપવા માટે આગામી તા.૧૭/૦૯/૨૦૨૧ ના રોજ જિલ્લામાં નવ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે મોરબી નગરપાલીકા કક્ષાનો નગરપાલીકા ટાઉનહોલ તથા મોરબી ગ્રામ્ય કક્ષાનો પટેલ સમાજવાડી સકત શનાળા ખાતે, ટંકારા ગ્રામ્ય કક્ષાનો ઓરપેટ વિદ્યાલય, હળવદ નગરપાલીકા ગ્રામ્ય કક્ષાનો સરસ્વતી શીશુ મંદિર હોલ, હળવદ ગ્રામ્ય કક્ષાનો સેકન્ડરી સ્કુલ ટીકર(રણ), માળીયા નગરપાલીકા કક્ષાનો કન્યા શાળા માળીયા, માળીયા ગ્રામ્ય કક્ષાનો માધ્યમીક શાળા ખાખરેચી, વાંકાનેર નગરપાલીકા કક્ષાનો તાલુકા શાળા નં.-૧ બી.આર.સી. ભવન ગ્રીન ચોક વાંકાનેર, તેમજ વાંકાનેર ગ્રામ્ય કક્ષાનો ક્ષત્રીય સમાજવાડી વઘાસીયા ખાતે કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવશે.




Latest News