માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ !


SHARE













મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ !

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીમાં વધુમાં વધુ ટેક્નોલીજીનો ઉપયોગ કરીને ઓઢી મહેનતે ખેડૂતો સારી આવક કરી શકે તેના માટે સંશોધન કરવામાં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં ડ્રોનની મદદથી ખેતરમાં દવાનો છંટકાવ કરી શકયા તે માટે મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતીના પાકમાં દવાના છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું

મોરબીમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગરુંડા કંપની ચેન્નઈ દ્વારા ડ્રોનથી ખેતીમાં દવાનો છટકાવ કઈ રીતે કરી શકાય તેનું નિદર્શન રાખવામા આવ્યું હતું ત્યારે મોરબી અને વાંકાનેર તાલુકાના ખેડૂતો ત્યાં હાજર રહ્યા હતા અને ડ્રોનથી ખેતી પાકમાં દવાનો છટકાવ કેવી રીતે કરી શકાય તેની માહિતી કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી તથા ડી.એ. સરડવાએ આપી હતી અને હેતલબેન મણવાર સહિતના સ્ટાફે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે ખેડૂતોને પોતાની ખેતીમાં દવા છટકાવ કરવામાં ઘણી તકલીફ સહન કરવી પડે છે જો કે, ડ્રોનથી દવા છાંટવામાં આવે તો ખેડૂતોને ઝેરી અસર સહિતની પીડામાથી મુક્તિ મળે તેમ છે 




Latest News