મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરની વોરાવાડમાં રહેતા યુવાનને વ્યાજખોરોએ માર મારતા કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE

















વાંકાનેરની વોરાવાડમાં રહેતા યુવાનને વ્યાજખોરોએ માર મારતા કર્યો આપઘાતનો પ્રયાસ

વાંકાનેરની વોરાવાડમાં રહેતા યુવાનને તેના ભંગારના ધંધામાં પૈસાની જરૂરત હતી જેથી કરીને તે છએક મહિના પહેલા આરોપી પાસેથી ૮૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે આરોપી દ્વારા યુવાન પાસેથી દોઢ લાખની ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને તેના ઘરે જઈને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાને ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ભરવાડપરામાં રહેતા બે શખ્સોની સામે મનીલેન્ડ, મારા મારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની વોરાવાડમાં નવાપરામાં જે.કે. ટેઇલર્સ સામે રહેતા મુસ્તુફાભાઇ શબીરભાઇ નોકડ જાતે વોરા (ઉ.૨૪)એ હાલમાં અનિલભાઇ બુટાભાઇ લામકા તથા ધનાભાઇ મોનાભાઇ લામકા રહે, બંન્ને ભરવાડપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને પોતાના ભંગારના ધંધામાં પૈસાની જરૂરત હતી જેથી તેને આરોપી અનિલભાઇ બુટાભાઇ લામકા પાસેથી છ મહિના પહેલા ૮૦,૦૦૦ વ્યાજે લિધેલ હતા તે પૈસાની ઉચા વ્યાજ સાથે ૧,૫૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી અનિલભાઇ બુટાભાઇ લામકાએ તેની પાસે કરી હતી જો કે, તેને પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ યુવાનના ઘર પાસે આવીને યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરી હતી અને તેને અનિલભાઇ બુટાભાઇ લામકાએ વાસામા ઢીકા તથા ક્રેન લટકાવવાના લોખંડના સ્ટેન્ડથી વાસામા મુંઢમાર તેમજ પેટના ભાગે પથ્થરથી મુંઢ ઈજા પહોચાડી હતી અને આરોપીએ ઉંચા વ્યાજ  સાથે પૈસાની ઉઘરાણી કરીને માર માર્યો હતો જેથી કંટાળીને યુવાને ફીનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેની ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એ કલમ ૧૩૫ તથા મનીલેન્ડ એકટ કલમ -૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News