મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાની ધરપકડ


SHARE

















મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાની ધરપકડ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર ફાયરીંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા જેના રિમાન્ડ પૂરા થતાં આજે તે આરોપીઓને વધુ રિમાન્ડની માંગણી સાથે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ ગુનામાં એ ડિવિઝન પોલીસે આરોપી રફીક માંડવિયાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની થોડા દિવસો પહેલા હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચાર આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂરા થતાં હોય આરોપીને વધુ રિમાન્ડની માગણી સાથે આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આજે વધુમાં પોલીસે હત્યાના આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા (ઉમર ૫૭) હાલ રહે.ટંકારા મેમણ શેરી મૂળ રહે.કુબેરનાથ રોડ બારશાખ રજપૂત શેરી મોરબીની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે આજે તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને બાકીના આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં પોલીસની ટીમો કામ કરી રહી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News