મોરબી જીલ્લામાં વન વિભાગના સ્ટાફ ઉપર થયેલા હુમલામા વન્ય ગુના હેઠળ થશે કાર્યવાહી
SHARE
મોરબી જીલ્લામાં વન વિભાગના સ્ટાફ ઉપર થયેલા હુમલામા વન્ય ગુના હેઠળ થશે કાર્યવાહી
વાંકાનેરમાં આવતા રામપરા અભ્યારણમાં થોડા સમય પહેલા ત્રણ શખ્સોએ વનકર્મી ઉપર હુમલો કર્યો હતો. જે ઘટનામાં ત્રણેય આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે. વન વિભાગ દ્વારા જેલ હવાલે રહેલા આરોપીઓ વિરુદ્ધ વન કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે
રામપરા અભ્યારણમાં ગત તા.૪ ના રોજ વિભા નવઘણ, જાલા સિંધા, ઘેલા ખેંગાર નામના ત્રણ શખ્સોએ વનકર્મી ઉપર હુમલો કર્યો હતો. જેથી વનકર્મીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડીને મોરબી સબ જેલ હવાલે કર્યા હતા જો કે, વન વિભાગ દ્વારા આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ગુન્હાની તપાસમાં નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મદદનીશ વન સંરક્ષક એસ.ટી. કોટડીયા, ફોરેસ્ટ ઓફિસર પી.પી.નરોડીયા સહિતનો સ્ટાફ કરે છે