મોરબી જેલમાં બંધ કેદીનો વિડીયો વાયરલ થતા ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સુરક્ષા જવાન-સુપરવાઈજરની ભરતી શિબિરનું આયોજન


SHARE





























મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સુરક્ષા જવાન-સુપરવાઈજરની ભરતી શિબિરનું આયોજન


ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સહયોગથી મોરબી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયજર ભરતી આયોજન તારીખ ૨૦/ ના રોજ વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઇ સ્કૂલ તા ૨૧ ના રોજ મહપિ દયાનંદ વિધાલય ટંકારા, તા ૨૨ ના રોજ કે.પી.હોથી ઉ.મા શાળા સરવડ, તા ૨૩ ના રોજ મોર્ડન સ્કૂલ હળવદ અને તા ૨૪ ના રોજ ઘી.વી.સી. હાઇસ્કૂલ મોરબીમાં ભરતી શિબિર યોજાશે

શિબિરનું આયોજન કર્યું છે તેમાં સમય સવારે ૧૦ થી બપોરના ૪ સુધી રાખેલ છે. ભરતી અધિકારી મૃત્યુંજય કુમારના જણાવ્યા મુજબ  ઉમેદવારની ઉમર ૨૧ થી ૩૬ વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ, ઊચાઇ ૧૬૮ સે.મી, વજન ૫૬ કિ.લો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદરોસ્ત હોવું જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધાજ ડોકયુમેંટની જેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈજ ના ફોટા,આધારકાર્ડ, બૉલપેન લઈને હાજર રહેવું. અને પાસ ઉમેદવાર રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા (ગાંધીનગર) માં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી. માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ,મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર,બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે સુરક્ષા જવાનની સેલરી ૧૨ થી ૧૫ હજાર અને સુરક્ષા સુપરવાઈજર માટે ૧૫ થી ૧૮ હજાર અને અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો મળે છે 
















Latest News