મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયામાં ફાયરિંગ કરી હત્યાની કોશિશના ગુનામાં એકના આગોતરા જામીન મોરબી સેશન્સ કોર્ટમાં મંજૂર


SHARE









માળીયામાં ફાયરિંગ કરી હત્યાની કોશિશના ગુનામાં એકના આગોતરા જામીન મોરબી સેશન્સ કોર્ટમાં મંજૂર

માળીયામાં ફરિયાદીની હોટેલએ ગાડી રિપેર કરવા બાબતની સામાન્ય લપમાં ફરિયાદીને મોતનો ભય ઊભો કરવા અને ૩ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગુનામાં માળીયા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૭, ૧૪૩, ૧૪૭,૧? ૧૪૯ તથા આર્મ્સ એકટની કલમ ૨૫(૧)(બી) તથા ૧૩૫ મુજબનો  ગુનો નોંધાયેલ હતો.

જે સબબના આરોપી ઓસમાણ સુમારભાઈ મોવર દ્રારા મોરબીની પ્રીન્સીપલ સેશન્સ કોર્ટમાં તેમના વકીલ સિરાજ આઇ.અબ્રાણી દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.જેં કામે એડવોકેટ સિરાજ અબ્રાણીએ ધારદાર દલીલ રજૂ કરેલ હતી તેમજ સુપ્રીમ કોર્ટ અને અલગ અલગ હાઈકોર્ટના જજમેન્ટના ઓર્ડર રજૂ રાખેલ હતા.જેને ધ્યાને રાખીને મોરબીની સેશન્સ કોર્ટે આરોપીઓ પૈકીના ઓસમાણ મોવરને રૂા.૧૦,૦૦૦ ના શરતી આગોતરા જામીન પર મુક્ત કરેલ છે.આ કામે અરજદારના વકીલ તરીકે ટંકારાના એડવોકેટ સિરાજ અબ્રાણી રોકાયેલ હતા




Latest News