મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક રોડ ક્રોસ કરતાં આધેડને બાઈક ચાલકે ઉડાવતા માથામાં હેમરેજ


SHARE









મોરબીના મકનસર નજીક રોડ ક્રોસ કરતાં આધેડને બાઈક ચાલકે ઉડાવતા માથામાં હેમરેજ

મોરબી નજીકના મકાનસર ગામ પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલા આધેડને બાઈક ચાલકે હડફેટ લેતા માથામાં હેમરેજ અને શરીરે ગંભીર ઇજાઑ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધના દીકરાએ બાઈક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર પાસે પ્રેમજીનગરમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતા મહેશભાઈ પોપટભાઈ પરમાર (૩૦) નામના યુવાને બાઈક નંબર જીજે ૩ કેઇ ૪૫૦૭ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નજીકના મકાનસર ગામ પાસે આવેલ ગેરેજ નજીકથી તેના પિતા પોa,' ચાલીને પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા ફરિયાદીના પિતાને માથાની જમણી બાજુ હેમરેજ, ડાબા પગમાં ગંભીર ઈજા, છાતીની પાંસળીમાં ફેક્ચર અને શરીરે નાના મોટી ઇજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવેલ છે અને હાલમાં ઇજાગ્રસ્તના દીકરા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News