મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખએ કેન્દ્રીય મંત્રીનું કર્યું સન્માન
મોરબી સિરામીક એશો.ના સહયોગથી ધ ફન હોટલમાં એક્સ્પોર્ટ કોન્કલેવનું આયોજન
SHARE
મોરબી સિરામીક એશો.ના સહયોગથી ધ ફન હોટલમાં એક્સ્પોર્ટ કોન્કલેવનું આયોજન
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તમામ જિલ્લા ખાતે એક્સ્પોર્ટ કોન્કલેવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબીમાં પણ મોરબી સિરામિક એસો. દ્વારા એક્સ્પોર્ટ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યુ છે
ડીજીએફટી રાજ્કોટ તેમજ જીલ્લા ઉધોગ કેન્દ્ર મોરબી અને મોરબી સિરામીક એશોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે ફ્રી એક્સપોર્ટ કોન્કલેવનુ તા.૨૫/૯ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે હોટેલ ધ ફન રેસિડેન્સી આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિકાસને લગતી બાબતોના વિવિધ નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે તેમજ જિલ્લાના નિકાસકારોને નિકાસને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે આ કોન્કલેવ મોરબી જિલ્લામાં ઉત્પાદિત થતી અને વિદેશમાં નિકાસ થતી, વિવિધ પ્રકારની પ્રોડ્ક્ટસ જેમ કે સિરામીક ટાઇલ્સ, સેનેટરીવેર્સ, પીવીસી પાઇપ, પીવીસી ટેન્ક, પીવીસી રીસાયકલ સીટ, પોલીપેક, લેમીનેટસ, પેપર, ઘડીયાલ, ગીફટ આર્ટીકલ અને ફૂડ પ્રોડક્ટ બનાવતા હોય તેમના માટે ખાસ આ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કોન્કલેવમાં કોઈને તેઓની પ્રોડ્ક્ટસનું ડીસ્પલે કરવું હોય તો તેનો પણ કોઈ ચાર્જ લેવામા આવનાર નથી તેવું સિરામિક આ એસો.ના પ્રમુખ નિલેશભાઇ જેતપરિયાએ માહિતી આપતા જણાવ્યુ છે અને આ કોન્કલેવમાં ભાગ લેવા માટે https://docs.google.com/forms/d/1jMhpsxaWWXZZVxejq5eaTJj7s7NBCxRsJSmuUgS6oG4/edit આ લીક પરથી નોંધણી કરવી શકશે