મોરબી સિરામીક એશો.ના સહયોગથી ધ ફન હોટલમાં એક્સ્પોર્ટ કોન્કલેવનું આયોજન
મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકડાયેલા રફીક માંડવીયા સહિત પાંચેય આરોપી જેલ હવાલે
SHARE
મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકડાયેલા રફીક માંડવીયા સહિત પાંચેય આરોપી જેલ હવાલે
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થતાં તે પાંચેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયા અને મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી રફીક રજાકભાઇ માંડવીયાની ધરપકડ કરીને ૨૦ મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા અને આ આરોપીઓના આજે રીમાન પૂરા થતાં તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે આને હત્યાના ગુનાને અંજામ આપીને નાશી ગયેલા બાકીના આરોપીઓને પકડવા તપાસ ચાલી રહી છે