વાંકાનેરની ઠક્કર શેરીમાં અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય : લતાવાસીઓ દ્વારા રજૂઆત
SHARE
વાંકાનેરની ઠક્કર શેરીમાં અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય : લતાવાસીઓ દ્વારા રજૂઆત
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની ઠક્કર શેરી વિસ્તારમાં લાંબા સમયથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આ વિસ્તારનાં લતાવાસીઓ દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરી કાયમી નિવારણ કરવાની માંગ કરી છે.
હરિદાસ રોડ પાસે આવેલ ઠક્કર શેરી વિસ્તારમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે, કચરાનાં ગંજ, ઠેર ઠેર ઉકરરડા, રઝળતા ઢોરને કારણે ફેલાતી ગંદકી, અસહ્ય દુર્ગંધથી આ વિસ્તારમાં હવે રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે એટલી હદે ગંદકી ફેલાઈ છે, માખી, મચ્છર, જીવતોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ત્યારે આ વિસ્તારનાં લતાવાસીઓ નરકાગાર જેવી હાલત વચ્ચે રહે છે, એટલી હદે ગંદકી ફેલાઈ રહી છે ત્યારે કોઈ રોગ ચાળો ફાટી નીકળે તે પહેલાં આખા વિસ્તારમાં સાફ સફાઈ કરી આ સમસ્યાનું કાયમી ધોરણે વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી લતાવાસીઓ દ્વારા વાંકાનેર નગરપાલિકાને લેખિત રજૂઆત કરી માંગ કરવામાં આવી છે.