મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોબાઈલ સેવાકેમ્પ યોજાશે


SHARE











મોરબી જલારામ મંદિર દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોબાઈલ સેવાકેમ્પ યોજાશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવાઓ કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરવર્ષે કચ્છમાં આવેલ માતાના મઢે માઁ આશાપુરાની આરાધના કરવા માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનું આયોજન કરવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે પણ સંસ્થા દ્વારા મોબાઈલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, ભોજન પ્રસાદ, મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે.આ સેવા કેમ્પ તા.૪-૧૦ થી ૬-૧૦ દરમિયાન માનકુવાથી માતાના મઢના રૂટ ઉપર ફરતો રહેશે.પદયાત્રામાં જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે હીતેશભાઈ જાની (મો.૯૮૨૫૩ ૨૬૭૨૯) અથવા ચિરાગભાઈ રાચ્છ (મો.૯૦૯૯૬ ૦૦૦૮૧) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે. સેવા કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હીતેશભાઈ જાની, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ કંસારા, મનિષભાઈ પટેલ,અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડીત, પોલાભાઈ પટેલ સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.તેમ નિર્મિત કક્કડે જણાવેલ છે.

૨૬ સપ્ટેમ્બર વિશ્વ બધિર દિવસ અનુસંધાને મોરબીમાં સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨ મોરબી ખાતે કાર્યરત છે તેના દ્વારાં ૨૬ મી સપ્ટેમ્બર એટલે કે "વિશ્વ બધિર  દિવસ" નાં અનુસંધાને ઘરેબેઠા ઓનલાઇન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવેલ છે જેમાં વિડીયો દ્વારાં કેટેગરી અનુસાર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.બધિર  એટલે શ્રવણમંદ (સાંભળવાની બિમારી) તા.૨૬-૯ ના રાતના નવ વાગ્યા સુધીમાં જવાબોનો વિડીઓ વિડીઓ બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેન ભટ્ટને મોકલી આપવાના રહેશે.

 






Latest News