મોરબીમાંથી આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે અપહરણના આરોપીને દબોચ્યો
મોરબીના ઉંચી માંડલ ગામે સીડી ઉપરથી પડી ગયેલ બાળકીનું સારવાર દરમિયાન મોત
SHARE
મોરબીના ઉંચી માંડલ ગામે સીડી ઉપરથી પડી ગયેલ બાળકીનું સારવાર દરમિયાન મોત
મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામે રહેતા પરિવારની નવ વર્ષની બાળકી સિરામીક યુનીટમાં સીડી ઉપરથી પડી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવી હતી જોકે એકાદ મહિનાની સારવાર બાદ ગઇકાલે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા ભરતભાઈ કોળી સિરામીક યુનીટમાં મજુરીકામ કરે છે ત્યાં તેમની નવ વર્ષીય દીકરી મીતલબેન ગત તા.૨૨-૮ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સિરામિક યુનિટમાં સીડી ઉપરથી નીચે પડી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં ગઈકાલે તા.૨૪ ના મોડી રાત્રીના મિતલનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ આદરી છે.
દેશી દારૂ
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલી યમુનાનગર પાસેથી બાઇક લઇને પસાર થતાં વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે પોતાનું એકસેસ સ્કુટર છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે સ્કુટરની તલાશી લેતા ત્યાંથી ૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને એક હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૦,૦૦૦ રૂપિયાની કિંમત બાઈક આમ કુલ મળીને ૨૧ હજારના મુદ્દામાલને કબજે કરીને પોલીસે બાઈક ચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે તો મોરબી નજીકના ઘુટુ ગામ પાસે દાડમા દાદા મંદીર પાસેથી ડબલ સવારી બાઇક પસાર થતા તેને રોકીને પોલીસે દ્વારા તલાસી લેવામાં આવતા તેને પાસેથી ૫૦ લીટર દેશી દારૂ મળી આવેલ હતો માટે ૧૦૦૦ નો દારૂ તેમજ દસ હજાર રૂપિયાની કિંમતનું બાઇક નંબર જીજે ૧૩ એએ ૨૫૫૮ આમ કુલ મળીને ૧૧ હજારના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં કુકાભાઈ રણછોડ બહાપિયા જાતે કોળી (૫૦) રહે. સોરીસો સીરામીક લખધીરપુર રોડ મોરબી અને રામસિંગ બળદેવભાઈ માલકીયા (૨૩) રહે.રાજપર ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે.
એક બોટલ દારૂ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂ સાથે પોલીસે સ્મીત અજયભાઈ કક્કડ જાતે લોહાણા (ઉમર ૩૦) રહે. શ્રદ્ધાપાર્ક યમુનાનગરની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી..? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.