મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પીવા-સિંચાઇ માટેનું જળસંકટ ટળ્યું: મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો


SHARE











મોરબી જિલ્લામાં પીવા-સિંચાઇ માટેનું જળસંકટ ટળ્યું: મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો

મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલા છે જે પૈકીના વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-૧ માં છેલ્લા દિવસથી પડી રહેલા વરસાદના લીધે નવા નીરની આવક થઈ રહી છે અને ધીમેધીમે કરતાં ગઇકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં આ ડેમ ઓવરફ્લો થયો હોવાનું સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે અને હાલમાં પણ ડેમમાં પાણીની આવક હોવાથી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે

મોરબી જીલ્લામાં વરસાદની આગાહી મુજબ ધીમીધારે વરસર વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને જો વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-૧ ડેમની તો છેલ્લા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં ગઇકાલે સાંજે સાડા છ વાગ્યે ઓવરફ્લો થાય છે તેવું સિચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને હજુ પણ આ ડેમમાં નવા નીરની આવક ચાલુ જ હોવાથી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં આવતા વાંકાનેર અને મોરબી તાલુકાનાં કુલ મળીને ૨૪ ગામોને એલર્ટ પણ કરવાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના મચ્છુ-૧ ડેમમાથી લોકોને પીવા માટે અને ખેડૂતોને સિંચાઇ માટેનું બારે મહિના પાણી આપવામાં આવે છે ત્યારે આ મહાકાય ડેમ હાલમાં આઓવર્ફ્લો થયો હોવાથી મોરબી  અને વાંકાનેર તાલુકાનાં મોટાભાગના વિસ્તાર માટે એક વર્ષ સુધીનું જળસંકટ ટળી ગયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી આજની તારીખ મચ્છુ-૧ ડેમમાં ૨૪૩૫ એમસીએફટી જળ જથ્થો ભરાયેલ છે અને હાલમાં આ ડેમ આઠ ઇંચથી ઓવરફ્લો થઈ રહ્યો છે જે પાણી મચ્છુ નદીમાં થઈને મચ્છુ-૨ ડેમમાં જઈ રહ્યું છે જેથી તે ડેમમાં પણ પાણીની આવક વધી રહી હોવાથી આજે સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં મચ્છુ-૨ ડેમ ૩૩ ફૂટની ઊંચાઈમાથી ૨૮.૫૦ ફૂંટ ભરાયો છે અને હજુ પણ ઉપરથી પાણીની આવક ચાલુ જ છે તેવું સિચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યુ છ

૨૪ કલાકમાં અડધાથી લઈને બે ઇંચ જેટલો વરસાદ

 મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં ટંકારા તાલુકામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે જો કે, મોરબી અને હળવદ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ છે વાંકાનેરમાં દોઢ ઇંચ અને માળીયા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે અને છેલ્લી ૨૪ કલાકથી જીલ્લામાં હળવો અને ભારે વરસાદ પડી રહ્યો હોવાથી હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે 






Latest News