મોરબી જિલ્લામાં પીવા-સિંચાઇ માટેનું જળસંકટ ટળ્યું: મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો
મોરબીના જલારામ મંદિરે શુક્રવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE
મોરબીના જલારામ મંદિરે શુક્રવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, મોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને આજ સુધીમાં આ સંસ્થાઓ દ્વારા બે કેમ્પ યોજવામા આવેલ છે જેનો ૬૬૨ દર્દીઓએ લાભ લીધો છે અને કુલ ૨૬૧ દર્દીઓના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે
મોરબીમાં સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે યોજાઇ છે ત્યારે આગામી તા.૪-૧૦ ને સોમવારના રોજ સવારે ૯થી ૧ દરમિયાન આ કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડોક્ટર્સ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા આપવામા આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦ ૮૨૪૬૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨ ૧૮૪૧૫) નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮ ૮૦૫૮૮) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.