મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

બિગ બ્રેકિંગ: મોરબીના સિરામિક ઉદ્યોગને મરણ તોલ ફટકો, નેચરલ ગેસના ભાવમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો: મહિને ૨૦૦ કરોડનું ભારણ વધશે


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાત નેચરલ ગેસના ભાવમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો: મહિને ૨૦૦ કરોડનું ભારણ વધશે, ઉદ્યોગની કમર ભાંગી જશે

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને હાલમાં ટેક્સ સાથે ૧૦.૭૫ રૂપિયા પ્રતિ કયુબિક મીટરના ભાવમાં વધારો કરવામાં આવેલ છે જે ભાવ વધારાને સિરામિક ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી જેથી આગામી દિવસોમાં મોરબીની ટાઇલ્સ મોંઘી બને અથવા તો કારખાના બંધ કરવામાં આવે તો નવાઈ નથી જો સરકાર દ્વારા અન્ય ઉદ્યોગને ટકાવી રાખવા માટે સહકાર આપવામાં આવે છે તેવી જ રીતે સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે માત્ર ગેસના ભાવ ઉપર નફો લેવામાં આવી રહ્યો છે તે ઘટાડવામાં આવે તો પણ મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળી રહે તેમ છે

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા સતત અને રાતોરાત વધારો કરવામાં આવી રહ્યો છે જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ સતત વધી રહી છે કેમ કે, મોટાભાગના ઉદ્યોગકારો એડવાન્સમાં ઓર્ડર લઈને વેપારીઓને માલ પૂરો પડતા હોય છે જેથી એડવાન્સમાં લેવામાં આવેલા ઓર્ડર ગેસના જુના ભાવ પ્રમાણે ટાઈલ્સની પડતર કીમત નક્કી કરીને લેવામાં આવ્યા હોય છે ત્યાર બાદ અચાનક જ ગેસના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવતા ઉદ્યોગકારોને નફો તો દૂરની વાત છે ખોટ ખાઈને વેપાર કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે

મોરબી સિરામિક વિટ્રીફાઇડ ટાઈલ્સ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી જે ગેસ મેળવવામાં આવે છે તેના ભાવમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટેક્સ સાથે તે ભાવ વધારો ૧૦.૭૫ રૂપિયા જેટલો થાય છે જેથી કરીને મોરબીની સિરામિક ટાઇલ્સની પડતર કિંમત ઊંચી થઈ જશે અને હાલમાં કેટલાક કારખાના બંધ કરવામાં આવ્યા છે જો કે, સૂત્રોના કહેવા પ્રમાણે ભવિષ્યમાં હજુ પણ વધુ કારખાના બંધ થાય તો નવાઈ નથી અને આ ભાવ વધારાથી મોરબીના સિરામિક ઉધ્યોગ ઉપર મહિને ૨૦૦ કરોડથી વધુનું ભારણ વધી જશે

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ નિલેષ જેતપરીયા સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં વિશ્વ કક્ષાનો મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદી અને મોંઘવારી સહિત કોરોના પછી પણ અડીખમ ઉભો છે જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરતાં પહેલા સિરામિક ઉદ્યોગકારોને એક્દ મહિના પહેલા ભાવ વધારા અંગેની જાણ કરવામાં આવે તો તે મુજબ ઉધ્યોગકારો આયોજન કરી શકે છે પરંતુ રાતોરાત જ ભાવ વધારો કરવામાં આવે છે જેથી કરીને દેશના જુદા જુદા રાજ્યોના વેપારી તેમજ વિદેશની પાર્ટીઓ પાસેથી ચારથી પાંચ મહિના પહેલા માલનો ઓર્ડર લેનારા ઉદ્યોગકારોને મોટુ નુકશાન થાય છે અત્યાર સુધી જે ગેસ  ટેક્સ વગર ૩૭.૩૬ ના ભાવથી એમજીઓ  કરનારને મળતો હતો તેઓને હવે નવો ભાવ ૪૭.૫૧ લાગશે અને તોના ઉપર ટેકસ પણ ચડશે માટે ઉધોગકારોને ટકવુ મુશકેલ બની જશે






Latest News