મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

ફટકડી બની રમકડું !: મોરબી શહેરમાથી દેશી બનાવટની વધુ બે પિસ્ટલ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







ફટકડી બની રમકડું !: મોરબી શહેરમાથી દેશી બનાવટની વધુ બે પિસ્ટલ સાથે બે શખ્સ ઝડપાયા

મોરબી શહેર અને જિલ્લામાં “ફટકડી” ના શોખીન વધી ગયા હોવાથી ગેરકાયદેસર “ફટકડી”નું બેફામ વેચાણ થતું હોય તેવું જોવા અને જાણવા મળી રહ્યું છે અને પાંચ હજારથી લઈને ૫૦ હજાર સુધીની કિંમતમાં ફટકડી ગમે તેને મળી જાય છે તેવામાં મોરબી જિલ્લામા વાંકાનેર અને ટંકારા પંથકમાથી બે ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી તેની શાહી સુકાઈ નથી ત્યાં મોરબી શહેરી વિસ્તારમાંથી દેશી બનાવટની બે ફટકડી સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે જો કે ગેરકાયદેસર હથિયારનું મોટા પ્રમાણમાં વેચાણ મોરબી પંથકમાં થતું હોવાની ચર્ચા મોરબી પંથકમાં થઈ રહી છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં પરપ્રાંતિય મજૂરો મોટા પ્રમાણમાં રોજગારી મેળવવા માટે આવતા હોય છે અને તે પૈકીના કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે તેમાંથી ઘણા લોકો પોતાની સાથે હથિયાર લાવતા હોય છે અને અહીંયા તેને ગેરકાયદે વેંચતા હોય છે તેવું વર્ષોથી મોરબી પંથકમાં સાંભળવા મળી રહયું છે જોકે આ દિશામાં સ્થાનિક પોલીસ અને જુદીજુદી બ્રાન્ચ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી ન હોય હાલમાં “ફટકડી” જાણે રમકડું બની ગઈ હોય તેમ જુદા જુદા વિસ્તારોમાંથી પકડાઈ છે

ગઈકાલના દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી એક  શખ્સ ગેરકાયદે હથિયાર સાથે પકડાયો હતો અને ત્યારબાદ ટંકારા તાલુકામાંથી વધુ એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો હતો તેની શાહી સુકાઈ નથી ત્યાં આજે મોરબી શહેરી વિસ્તારમાંથી વધુ બે શખ્સો ફટકડી સાથે પકડાયા છે આમ જોવા જઈએ તો મોરબી શહેર અને જીલ્લાની અંદર ફટકડીના શોખીનોની દિવસેને દિવસે સંખ્યા વધી રહી છે અને ગેરકાયદેસર હથિયાર મોટા પ્રમાણમાં મોરબી પંથકમાં આવી રહ્યા છે તે વાતને નકારી શકાય તેમ નથી

હાલમાં જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીક પોલીસે શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા (૧૯) રહે. શનાળા ગામ દરબાર ગઢની પાસે વાળાને રોકીને ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી અને બે કર્ટિસ મળી આવ્યા હતા જેથી પોલીસે હાલમાં ૧૦૨૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ હથિયાર કયાથી આવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરેલ છે આવી જ રીતે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર જુના પ્રકાશ નળીયાના કારખાના પાસેથી પસાર થતા ફિરોજશા દાઉદશા શાહમદાર (૨૦) રહે. લુકસ ફર્નિચર પાસે જોન્સનગર મોરબી મૂળ રાજકોટ ૧૫૦ ફૂટ રીંગરોડ આવાસ યોજના બાલાજી હોલ પાસે વાળાને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી અને ત્રણ જીવતા કર્ટિસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૩૦૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે






Latest News