વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત
SHARE
મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત
મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ડૂબી જવાના કારણે પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીમાં નજરબાગ ફાટક પાસે રહેતા પીન્ટુભાઇ ભીખુભાઈ ચુવાળીયા જાતે દેવીપુજક (૨૭) ની પાંચ વર્ષની દીકરી આરતીબેન પીન્ટુભાઇ ચુવાળીયા મોરબીમાં મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને બાળકીના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં બી ડિવિઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
આરોપી ઝડપાયા
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં લક્ષ્મી સોસાયટીમાં રહેતા પરબતભાઇ વીશાભાઇ ડાભી જાતે ભરવાડ (ઉ૪૨) નામના યુવાને કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડા જાતે ભરવાડ (ઉ.૨૦) તથા સંજયભાઇ ભુપતભાઇ બાંભવા સામે ફરિયાદ નોંધાવી હતી કે, રવિ વશરામભાઇએ કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડાને મોટર સાઇકલ ફુલ સ્પીડમા શેરીમા નહી ચલાવવા તેવું કહ્યું હતું જેથી કરીને તેને ફરિયાદીના ભત્રીજા અમીતભાઇની ટ્રાંસપોર્ટની ઓફીસે બુલેટ લઈને આવીને કુર્નેશે ધોકાથી ઓફીસમા તોડફોડ કરી હતી અને ધોકા વડે જમણા પગના પંજામા મુંઢ માર માર્યો હતો આરોપી સંજયે ફરીયાદીને પકડી ઓફિસની દિવાલમા માંથુ ભટકાડીને બંન્નેએ ગાળો આપી હતી અને ઓફિસમા દરવાજાના કાચ તોડી નાખ્યો હતો આ ગુનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરેલ છે