મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠન દ્વારા લોકહિતાર્થે પાણીના પરબનું ઉદ્ઘાટન


SHARE















મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠન દ્વારા લોકહિતાર્થે પાણીના પરબનું ઉદ્ઘાટન

મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય છે.આ સમગ્ર વિસ્તારનું કેન્દ્ર બિંદુ અને વાહનોનો ખાસ કરીને એસટીનો મુખ્ય સ્ટોપ એટલે હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ ચોક.અહીંના મુસાફરોના સ્ટેન્ડમાં દિવસ રાત દરમિયાન હજારો મુસાફરોની હેરફેર થતી રહે છે. કાળજાળ ઉનાળાના તાપ-ગરમીમાં લોકોને પીવાનું ઠંડુ પાણી વિનામૂલ્યે મળી રહે તે ઉદ્દેશથી ૨૧ એપ્રિલના રોજ અહીં પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

હમણાં જ રચાયેલી સંસ્થા 'મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠન' દ્વારા લોકહિતાર્થે આ પાણીના પરબનું ઉદ્ઘાટન હાઉસિંગ બોર્ડ, મુસાફર સ્ટેન્ડ ખાતે કરવામાં આવેલ.આ સંસ્થાએ આ સેવા કાર્યથી પોતાની પ્રવૃત્તિના શ્રી ગણેશ કરેલ છે.આ ઉદઘાટન સમારંભમાં રામબાઈમાઁની જગ્યા વવાણીયાના પ્રમુખ જશુભાઈ રાઠોડ, મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ ખાસ ઉપસ્થિત રહેલ.મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠનના પ્રમુખ કલ્પનાબેન જલુ, ઉપપ્રમુખ ડો.હર્ષાબેન મોર, સહમંત્રી પ્રો.શિલ્પાબેન રાઠોડ અને નીતાબેન હુંબલ, ખજાનચી ભારતીબેન વારોતરીયા તથા સંગઠનના કાર્યકાર બહેનો ઉપસ્થિત રહેલ.માનવ સેવાના આ કાર્યનું સુચારું આયોજન સંગઠન દ્વારા અગાઉથી કરવામાં આવેલ.આ સેવાકાર્ય હવે પછી યોગ્ય રીતે ચાલતું રહે તે માટેની વ્યવસ્થા પણ સંગઠન દ્વારા કરવામાં આવેલ છે.આ વિસ્તારના લોકો ખાસ કરીને મુસાફરોને અને એમાં પણ સામાન્ય વર્ગના લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ ગણાશે.






Latest News