નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા


SHARE





ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા

હાલમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે સાઉદીમાં મિસાઈલ હુમલો થયો છે અને સાઉદી ખાતેથી મોરબીમાં જે પ્રોપેન ગેસનો સપ્લાય થતો હોય છે તે સૌથી મોટી રિફાઇનરી ઉપર મિસાઇલ હુમલો કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જેથી મોરબીના સિરામિક ઉત્પાદકોની ચિંતામાં વધારો થયો છે કારણ કે મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાંથી લગભગ 70 ટકા કરતાં વધુ ઉદ્યોગકારો આજની તારીખે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને પોતાના કારખાનાની અંદર સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે અને જો બે થી ત્રણ દિવસની અંદર ગેસની સપ્લાય ખોરવાય તો મોરબીના સિરામિક ઉદ્યોગને બંધ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને ત્યાં સીરામીકની પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે હાલમાં નેચરલ ગેસ તથા પ્રોપીન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાંથી લગભગ 30 ટકા જેટલા કારખાનેદારો નેચરલ ગેસ અને 70 ટકા જેટલા કારખાનેદારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને પોતાના કારખાનાની અંદર સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરતા હોય છે જોકે છેલ્લા દિવસોથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે મિસાઈલ અને ડ્રોન હુમલા થઈ રહ્યા છે દરમિયાન સાઉદી ખાતે આવેલ રામકો નામની સૌથી મોટી જે રિફાઇનરી આવેલી છે ત્યાં પણ મિસાઈલ હુમલો થયો છે જેથી કરીને પ્રોપેન ગેસની સપ્લાયની ચેન ખોરવા અથવા ગેસની સપ્લાઈમાં શોર્ટ સપ્લાય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં જે સીરામીકના કારખાના આવેલા છે તેમાં મોટાભાગના સિરામિક ઉદ્યોગકારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને પોતાના કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે જેથી કરીને પોતાના કારખાનાની અંદર લગભગ બે દિવસ ચાલે તેટલો સ્ટોક પ્રોપેન ગેસનો રાખતા હોય છે પરંતુ સાઉદી ખાતે આવેલ સૌથી મોટી રિફાઇનરી કે જ્યાંથી જુદા જુદા વેસલ મારફતે ભારતના કંડલા બંદર સુધી પ્રોપેન ગેસ લાવવામાં આવે છે તેને જુદા જુદા ટેન્કરોમાં લોડિંગ કરીને મોરબીના સિરામિક કારખાના સુધી પહોંચાડવામાં આવતો હોય છે પરંતુ જે મિસાઈલ હુમલો થયો છે ત્યારબાદ રામકો નામની રિફાઇનરીને હાલમાં બંધ કરવામાં આવેલ છે.

આ બાબતે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધની પરિસ્થિતિને કારણે જે મિસાઈલ હુમલા થયા છે તેના લીધે પ્રોપેન ગેસની શોર્ટ સપ્લાય થાય અને ઉદ્યોગકારોને સમયસર પ્રોપેન ગેસ ન મળે આવી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે જોકે ગેસની સપ્લાઈ કરતી કંપની કે ગેસને સપ્લાઇ કરતાં સપ્લાયર દ્વારા પ્રોપેન ગેસની સપ્લાઇ વિષેની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવતી નથી. પરંતુ જો ગેસની સપ્લાય ખોરવાઈ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પોતાના કારખાના બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં પ્રતિદિન સાડા પાંચ હજાર ટન જેટલો પ્રોપેન ગેસ સિરામિકના ઉત્પાદન માટે વાપરવામાં આવે છે. પરંતુ જો પ્રોપેન ગેસની ચેન ખોરવાશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થશે તે નિશ્ચિત છે.




Latest News