સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે, ગુજરાતમાં ૨૬ બેઠકની હેટ્રીક નિશ્ચિત: ચંદુભાઇ સિહોરા
SHARE







સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે, ગુજરાતમાં ૨૬ બેઠકની હેટ્રીક નિશ્ચિત: ચંદુભાઇ સિહોરા
લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા હળવદ તાલુકાના કેદારીયા ગામના રહેવાસી છે અને તેઓએ આજે સવારે 7 વાગ્યે મતદાનની પ્રક્રિયા શરૂ થતા ની સાથે જ મતદાન બુથ ઉપર જઈને તેઓના પરિવારજનો સાથે મતદાન કર્યું હતું અને આ બેઠક ઉપરથી ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં જે રીતે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલે છે તેવી જ રીતે આ વખતે તમામ બેઠકો ઉપર કમળ ખીલી ઉઠશે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યેથી મતદાનની પ્રક્રિયા શરૂ થયેલ છે ત્યારે જો વાત કરીએ તો ગુજરાતની સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને તેઓએ છેલ્લા દિવસોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ખાસ કરીને તેઓના ચૂંટણી પ્રચાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરેન્દ્રનગરમાં સભા ગજવી હતી અને આજે સવારે 7 વાગ્યેથી ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થતા ની સાથે જ ચંદુભાઈ સિહોરાએ હળવદ તાલુકાના કેદારીયા ગામે તેઓ રહે છે ત્યાં જઈને સરકારી પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન બૂથ ઉપર પોતાના પરિવાર જેનો સાથે મતદાન કર્યું હતું અને તેઓની સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે આ બેઠક ઉપરથી ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે અને ગુજરાતની 26 એ 26 બેઠકો ઉપર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
