નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત


SHARE





વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત

વાંકાનેરના જામસર ગામની સીમમાં વાડીએ નીરણના જથ્થામાં આગ લાગી હતી જેને ઠારવા માટે જઈ રહેલ આધેડ ગયા હતા ત્યારે ત્યાં જીબીનો એક વાયર તૂટીને નીચે પડ્યો હતો જેના ઉપર આધેડનો પગ આવી ગયો હતો જેથી કરીને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને ખેતી કામ કરતા વાઘજીભાઈ શીવાભાઈ દેલવાડીયા (57) નામના આધેડની જામસર ગામની સીમમાં વાડી આવેલ છે અને તે વાડીએ તેઓ તથા તેનો દીકરો જયદેવ (25) બંને હાજર હતા ત્યારે નીરણમાં આગ લાગી હતી જેથી વઘાજીભાઇ તેને ઠારવા માટે ગયા હતા ત્યારે વાડીમાંથી પસાર થતી જીઈબીની ત્રણ તારની લાઈન પૈકીનો એક વાયર તૂટીને નીચે જમીન ઉપર પડ્યો હતો અને તેના ઉપર વાઘજીભાઈનો પગ આવી જવાથી તેઓને ઇલેક્ટ્રીક શોર્ટ લાગી ગયો હતો માટે વઘાજીભાઇને તેનો દીકરો જયદેવ તાત્કાલિક સારવાર માટે રફાળેશ્વર ગામ પાસે આવેલ એપેક્ષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં માળિયા ફાટક પાસે રહેતા ઈકબાલ શેરઅલી મિયાણા (30) નામના યુવાનને ત્રાજપર  ચોકડી પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર ખાતે રહેતા પ્રવીણભાઈ મહેશભાઈ ગુપ્તા (37) નામનો યુવાન બાપાસીતારામની મઢુલી પાસે ધરમપુર રોડ ઉપરથી બાઈકમાં જતો હતો ત્યારે બાઈક આડે કૂતરું આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં કુબેર ટોકીઝ નજીક આવેલ ધાર વિસ્તાર ખાતે રહેતા ક્રિષ્ના પ્રવીણભાઈ સનુરા (17)એ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હત




Latest News