મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન


SHARE













માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન

માળીયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ સરવડ ગામ પાસેથી પસાર થતી એસટી બસને પાછળથી ટેન્કર ચાલાકે ટક્કર મારી હતી. જેથી એસટીની બસ રોડ સાઇડની ગટરમાં નીચે ઉતરી ગઈ હતી અને બસમાં આગળ અને પાછળના ભાગે નુકસાની થયેલ છે જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ડ્રાઇવરે ટેન્કરના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે અરવિંદભાઈ સવાભાઈ હુંબલ (39) એ ટેન્કર નંબર જીજે 36 ટી 6789 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે માળિયા જામનગર હાઇવે રોડ સરવડ ગામના નાલા પાસે ફરિયાદીના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 5986 ને ટેન્કરના ચાલકે ડ્રાઇવર સાઈડમાં પાછળના ભાગે હડફેટ લીધી હતી જેથી કરીને એસટીની બસ રોડ સાઈડની ગટરમાં નીચે ઉતરી ગઈ હતી અને તેના કારણે બસમાં આગળ તથા પાછળના ભાગે નુકસાન થયું છે આ બનાવ સંદર્ભે એસટીના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News