મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત


SHARE









મોરબીના જુના ઘુટુ રોડ ઉપર કારખાનાના લેબર ક્વાર્ટરમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તે પોતાના ક્વાર્ટરમાં હતો ત્યારે લોહીની ઉલટી થઈ હતી ત્યાર બાદ તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજપરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ અલ્ટ્રા સેનેટરી વેર નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ગેલાભાઈ પાલાભાઈ વાઘેલા (46) નામના યુવાનને છેલ્લા પાંચેક વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી અને ગઈકાલે તે પોતાના લેબર ક્વાર્ટરની અંદર હતો ત્યારે તેને લોહીની ઉલટી થઈ હતી અને ત્યાર બાદ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ માવજીભાઈ પાલાભાઈ વાઘેલા (26) રહે. હાલ જુના ઘૂટું રોડ અલ્ટ્રા સેનેટરી વેર કારખાનાની લેબર કોલોની મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

છરી મારતા સારવારમાં

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આઈકોન કંપની ખાતે રહેતા અને મજૂરી કામ કરતા અનુરાગ કમલભાઈ વસુનીયા (22) નામના યુવાનને શ્રીનાથ વેબ્રિજ નજીક કોઈ અજાણ્યા શખ્સે છરી મારી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનવાની પોલીસને જાણ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જીતુભાઈ મુકેશભાઈ ધુમલ (30) નામના યુવાનને કુલીનગરના ખૂણા પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News