હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી


SHARE









મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી

મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પાસપોર્ટ ઓફિસ તેમજ પોસ્ટ ઓફિસને ઇ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તથા પાસપોર્ટ વિભાગના કર્મચારીઓને બોમથી ઉડાવી દેવાનો એક ઇમેલ સરકારને સવારે આઠેક વાગ્યાના અરસામાં મળ્યો હતો.જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બપોરના એક વાગ્યે બોમ ફૂટશે જેને પગલે પોસ્ટ ઓફિસ તથા પાસપોર્ટ ઓફિસોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.જે અંગે મોરબીમાં પણ ચેકિંગ જોવા મળ્યું હતું.મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી અને તાત્કાલિક એલસીબી, એસઓજી, ઉચ્ચ પોલિસ અધિકારીઓ તથા એ ડમિઝન પોલીસ સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો.ફાયરની ટીમને પણ તાત્કાલિક સ્થળ ઉપર હાજર રાખવામાં આવી હતી।અને બોમ્બ સ્કવોડ કોડ દ્વારા મળેલા ઈમેલ મુજબ પોસ્ટ ઓફિસની અંદર કોઈ બોમ્બ છે કે કેમ ? તેનું સર્ચ કરવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતા જ મોરબી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ઘટનાને પગલે એસઓજી, એલસીબી એ ડિવિઝન સહિતનો પોલીસ કાફલો તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ અને મહા પાલીકાની ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.




Latest News