મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે નવા ભલગામ થી જુના ભલગામ તરફ જવા માટે યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા આશિષભાઈ જગુભાઈ બેડવા (23) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ભલગામ પાસે રામદેવપીરના મંદિર નજીક જે કટ આવેલી છે ત્યાંથી વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર સીટી બાજુ જવા માટેનો જે રસ્તો છે તે રસ્તા ઉપરથી ફરિયાદીના પિતા જગુભાઈ હમીરભાઇ બેડવા નવા ભલગામથી જુના ભલગામ તરફ પોતાના ઘરે ચાલીને આવી રહ્યા હતા દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા ફરિયાદીના પિતાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ચાર લોકોને ઇજા

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાના નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પવન નાનુરામ માલવીયા (28), વિશાલ હેમરાજ માલવીયા (18), રચના રાહુલભાઈ પરમાર (28) અને જતીન પરમાર નામના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News