હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે


SHARE













હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ તાલુકાના ઇંગોરાળા મયાપુર રોડ ઉપર આવેલ કેનાલ પાસેથી અલ્ટો ગાડી પસાર થઈ રહી હતી જેને સ્થાનિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી બિયરના જુદી જુદી બ્રાન્ડના 300 ટીમળી આવ્યા હતા. જેથી બીયર અને કાર મળીને કુલ ₹2,63,720 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં બે આરોપીને પકડીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના ઇંગોરાળા મયાપુર રોડ ઉપર આવેલ કેનાલ પાસેથી અલ્ટો ગાડી નંબર જીજે 5 જેઆર 0966 પસાર થઈ રહી હતી તે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી જુદી જુદી બ્રાન્ડના 300 બિયરના ટીમળી આવ્યા હતા જેથી 63,720 ની કિંમતનો બિયરનો જથ્થો તથા 2,00,000 ની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,63,720 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે સુરેશભાઈ ચંદુભાઈ રાઠવા (31) રહે. હાલ નવા ઘનશ્યામપુર અવચરભાઈના મકાનમાં હળવદ મૂળ રહે. છોટા ઉદેપુર તેમજ મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો ભીમાભાઇ જીંજવાડિયા (32) રહે. નવા ઇસનપુર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે ટ્રેલરની પાછળ ટ્રક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સાદિક માંડલ રહે. કલકત્તા વાળાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતો ચારોલા મેહુલભાઈ અરવિંદભાઈ (9) નામનો બાળક બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકની આડે કૂતરો આવતા અકસ્માત થયો હતો અને બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં બાળકને ઇજા થહોવાથી ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News