મોરબી : હું એક પણ વાર મતદાન ચુકી નથી મોરબીના મતદાર નિરાલીબેન ભૂત
મોરબીમાં માવતર વિશે મેંણા મારતા પતિને મેંણા મારવાની ના પાડતા પતિએ પત્નીને છરી ઝીંકી દીધી..!
SHARE







મોરબીમાં માવતર વિશે મેંણા મારતા પતિને મેંણા મારવાની ના પાડતા પતિએ પત્નીને છરી ઝીંકી દીધી..!
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતી પરણીતાને તેનો પતિએ માવતર વિશે મેંણા ટોંણા મારતો હોય પરણીતાએ માવતર વિશે બોલવાની ના પાડી હતી. ત્યારે તેના પતિએ ઉશ્કેરાઈ જઈને તેણીને ગાળો આપી હતી મૂઢમાર માર્યો હતો અને પેટના ભાગે છરી વડે ઇજા કરી હતી.જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે સિવિલે લઈ ગયા હતા.ત્યારબાદ તેણીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના આમરણ ગામે પટેલ ડેલીમાં રહેતા ભારતીબેન ભરતભાઈ સોલંકી જાતે ભીલ (ઉંમર વર્ષ ૩૦) નામની મહિલાએ પોતાના જ પતિ ભરતભાઈ બાબુભાઈ સોલંકી રહે.આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓઅ જણાવ્યું છે કે, તેમના પતિ તેણીના માવતર વિશે મેંણા મારતા હતા.જેથી કરીને ફરિયાદી મહિલાએ માવતર વિશે ન બોલવા કહ્યું હતું.ત્યારે ફરિયાદીના પતિ ભરતભાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ પત્નિના પેટના ભાગે છરી વડે છરકો કરીને ઇજા કરેલ છે.જેથી કરીને ઈજા પામેલ ભારતીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના પતિ સામે ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપી પતિને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.આ કેસની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
રમતા રમતા માટી ખાઈ જતા ત્રણ વર્ષનો બાળક સારવારમાં
મોરબી તાલુકાના ઘુંટું ગામ પાસે આવેલ કારખાનામાં મજૂરી કામ કરતા પરિવારનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા માટી ખાઇ ગયો હતો.જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે શિવ સિરામીક નામની કંપનીમાં મજૂરી કામ કરતા અને ત્યાં નજીકમાં રહેતા પરિવારનો રાજુ મહેશભાઈ ડામોર નામનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા માટી ખાઈ ગયો હતો.જેથી તેને અસર થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ઠોરીયા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા થતા યુવાન સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ચંદ્રપ્રકાશ શંકરલાલ સાગર નામના ૨૮ વર્ષીય પરપ્રાંતિય યુવાનને ચરાડવા ગામ પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇકને અન્ય કોઈ વાહન સાથે અથડામણ સર્જાયેલ આ અકસ્માત બનાવમાં તેને ઈજાઓ પહોંચી હતી.જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝનમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ હળવદ વિસ્તારનો હોય આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.
