હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો


SHARE













ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર જુદા જુદા ઉદ્યોગો પર જોવા મળી રહી છે ત્યારે મોરબીનો પોલીપેક ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી મોરબીના પોલીપેક ઉદ્યોગમાં યુદ્ધ પહેલા જે પ્લાસ્ટિક રોમટીરીયલ પ્રતિ કિલો 90થી 92 રૂપિયાના ભાવથી મળતું હતું તે આજની તારીખે 145થી 150 રૂપિયાનો ભાવ આપવા છતાં પણ મળતું નથી અને બ્લેકમાં રોમટીરીયલ લેવું પડે આવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે

મોરબીની આસપાસના વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પોલિપેકના અનેક કારખાનાઓ શરૂ થયા છે જોકે આ પોલીપેકના કારખાનાની અંદર જે પ્લાસ્ટિકની થેલીઓની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હોય છે તેને બનાવવા માટે થઈને અંદાજે 40 ટકા જેટલું રોમટીરીયલ ઈમ્પોર્ટ કરવામાં આવે છે અને 60 ટકા જેટલું રોમટીરીયલ લોકલ માર્કેટમાંથી જુદી જુદી કંપનીઓ અને તેના સપ્લાયરો પાસેથી મેળવવામાં આવતું હોય છે જોકે ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના પોલીપેક ઉદ્યોગની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ ગયો છે

મોરબી જિલ્લા પોલીપેક એસો.ના પૂર્વ પ્રમુખ જગદીશભાઇ પનારાએ જણાવ્યુ હતુ કે, ઈમ્પોર્ટ થતુ રોમટીરીયલ આવતું બંધ થઈ ગયું છે અને લોકલ માર્કેટની અંદર રોમટીરીયલના ભાવમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે એટલા જ માટે યુધ્ધ પહેલા જે રોમટીરીયલ પ્રતિ કિલોના માત્ર 90 થી 92 રૂપિયાના ભાવથી મળતું હતું તે આજની તારીખે પ્રાઇસલિસ્ટ જે કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવે છે તેમાં 135 થી 140 રૂપિયા દર્શાવવામાં આવે છે જોકે કંપનીઓ પાસેથી માલ મળતો નથી જેથી બ્લેકમાં માલની ખરીદી કરવી પડે છે અને લગભગ 150 થી 160 જેટલો ભાવ આપવો પડે તો માલ મળે છે

મોરબી સમય પોલીપેક વાળા જયંતિભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં અંદાજે 200 જેટલા પોલીપેકના કારખાને આવેલા છે તેમાં આજની તારીખે લગભગ 20,000 જેટલા લોકોને રોજગારી મળી રહી છે જોકે પ્લાસ્ટિક રોમટીરીયલના દાણા આવતા હોય છે તેના ભાવમાં લગભગ 50 ટકા કરતાં વધુનો વધારો થયો છે જેથી રોમટીરીયલ મેળવીને કારખાના ચાલુ રાખવા પણ કારખાનેદારો માટે મુશ્કેલરૂપ બની શકે તેમ છે કારણ કે તૈયાર માલ ઉપર તે લોકો ભાવ વધારો લઈ શકતા નથી. અને માલના ઉત્પદન માટેનો ખર્ચ અનેક ગણો વધી ગયો છે. આટલું નહીં પરંતુ જે રોમટીરીયલ ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું તે રોમટીરીયલના કન્ટેનરનું ભાડું યુદ્ધ પહેલા 1000 ડોલર જેટલું હતું જે હાલમાં વધીને 3,000 ડોલર થઈ ગયું છે.

આમ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધની પરિસ્થિતિના કારણે જે રીતે મોરબીનો સિરામિક અને પેપરમીલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે તેવી જ રીતે પોલિપેક ઉદ્યોગ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને આગામી દિવસોમાં કારખાના બંધ થાય તો નવાઈ નથી. ઉલેખનીય છે કે, મોરબીના પોલીપેક ઉદ્યોગની અંદર જે પ્લાસ્ટિકની બેગો બનાવવામાં આવતી હોય છે તેનો મોટાભાગે ઘઉં, ચોખા, સિમેન્ટ, ખાતર વગેરે જેવી વસ્તુઓને ભરવા માટે થઈને પેકિંગ મટીરીયલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે રોમટીરીયલના ભાવમાં લગભગ ૫૦ ટકા કરતાં વધુનો વધારો થયો છે ત્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવો મુશ્કેલરૂપ બન્યો છે






Latest News