મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ


SHARE







મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ માર્ચથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેવામાં મોરબી તાલુકાના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્રારા સ્થળ ઉપર જ અરજદારની રજૂઆતનો સ્થળ ઉપર નિકાલ થાય તેમજ સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. મોરબીના બગથળા ગામે સેવા સેતુ કાર્યક્રમમા મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, સરપંચ હરેશભાઈ મેરજા, પુર્વ સરપંચ હરેશભાઈ કાંજીયા, મહિલા મોર્ચાના પુર્વ પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા, રાજુભાઇ દલસાણીયા, વિશાલભાઇ સાદરીયા, તલાટીમંત્રી તથા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.






Latest News