મોરબીનું મહાપાલિકા તરફ પર્યાણ: આસપાસના ૧૫ ગામોની ખેતી-બિનખેતી સહિતની વિગતો માંગી
મોરબીના બેલા (રં) ગામે મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન: થાનગઢ જોગ આશ્રમે સંતવાણીનુ આયોજન
SHARE






મોરબીના બેલા (રં) ગામે મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન: થાનગઢ જોગ આશ્રમે સંતવાણીનુ આયોજન
મોરબીના બેલા (રંગપર) ગામે આગામી તા. ૨૧ ને મંગળવારના રોજ ભગાબાપાની પાવડીયારી મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, ધનાભાઈ ભગાભાઈ રબારી, શૈલેષભાઈ ધનાભાઈ રબારી અને મનસુખભાઈ ધનાભાઈ રબારી દ્વારા મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો સહિતના હાજર રહેવાના છે આ પ્રસંગે તા. ૨૧ ના રોજ સવારે ૬ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે ૨:૩૦ વાગ્યે યજ્ઞની પુર્ણાહુતિ થશે. ત્યાર બાદ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે ૬ વાગ્યા પછી પટેલ સમાજ વાડીની સામે પંચવટી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે ૯:૦૦ વાગ્યે ડાકલાનો કાર્યક્રમ રાખેલ છે જેમાં કલાકાર ભરતભાઈ કુંઢીયા અને તેની ટિમ જમાવટ કરશે
જોગ આશ્રમ થાનગઢ
થાનગઢ જોગ આશ્રમ થાનગઢ મુકામે જોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગુરુદેવ જોગબાપુની ૪૭ મી નિર્વાણ તિથી નિમિતે ભવ્યાતિભવ્ય સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૮/૫/૨૦૨૪ ની રાત્રે ૯:૩૦ કલાકે રાખેલ છે જેથી કરીને ભજનાનંદિ ભાવિકોને આવવા માટે જોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે અને આ સંતવાણીનો સંપૂર્ણ કાર્યક્રમ youtube channel શ્રી આલ્બમથી લાઈવ બતાવામા આવશે તેવું પણ આયોજકોએ જણાવ્યુ છે


