વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ નવલખી પોર્ટ ઉપર અસુવિધાઓ-વે બ્રિજના ચાર્જના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો-ડ્રાઇવરોએ કર્યો ચક્કાજામ: અધિકારીની લેખિત બાહેંધરીથી મામલો થાળે પડ્યો મોરબીમાં નિર્મલ સ્કૂલ પાસે પાર્ક કરેલી કારમાં અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી તોડફોડ ગુનેગારોનો આશરો એટલે મોરબી ? : મધ્યપ્રદેશથી યુવતીનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે મળી આવ્યો મોરબી નજીક રીક્ષા અને કારને હડફેટે લેનાર 112 જનરક્ષક પોલીસ વાનના ચાલક સામે ગુનો નોંધાયો: રીક્ષા ચાલક સહિત છ જેટલા લોકોને ઈજા થતા સારવારમાં મોરબીના ગાળા ગામે સગાઇ તુટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ અને ટંકારાના કલ્યાણપર ગામે ઘરમાં બનાવેલ એક ઢાળીયામાં વૃદ્ધે જીવન ટુંકાવ્યા વાંકાનેર નજીક વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત વાંકાનેરના વઘાસીયા પાસે મજૂરીના બાકી રૂપિયા લેવા માટે કોન્ટ્રાકટર અને તેના માણસોએ સિરામિક કારખાનામાં કરી તોડફોડ: મશીનરીમાં 75 લાખનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં પરણિતાના પ્રેમ સબંધની પતિને જાણ થઇ જતાં ઘરેથી જતી રહી હોવાનું ખૂલ્યું


SHARE













મોરબીમાં પરણિતાના પ્રેમ સબંધની પતિને જાણ થઇ જતાં ઘરેથી જતી રહી હોવાનું ખૂલ્યું

મોરબીના લાલપર ગામ પાસે સીરામીક સીટી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના ધ્રોલના રહેવાસી યુવાનના પત્ની ઘરેથી 'બ્યુટી પાર્લરમાં જાવ છું' તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી જેથી તેની ગુમસુધા ફરિયાદ નોંધાયેલ હતી અને હાલમાં તે પરિણીતા મળી આવેલ છે અને તેને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધ હતો તેની જાણ તેના પતિની સાથે ઝઘડો થયો હતો જેથી મહિલા ઘરેથી ચાલી ગઈ હતી તેવી માહિતી સામે આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગરના ધ્રોલના વતની અને હાલ મોરબીના વાંકાનેર હીઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા ધવલભાઇ દિનેશભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ નામના ૩૩ વર્ષના યુવાને પોલીસ મથક ખાતે આવીને તેની પત્ની વંદનાબેન ધવલભાઈ પંડ્યા (૨૯) વાળા ગત તા.૪-૫ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જાઉં છુ તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં મોડે સુધી પરત ન આવતા ઘરમેળે તપાસ કરવામાં આવી હતી છતાં વંદનાબેનનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી કરીને ધવલભાઇએ પોલીસ સ્ટેશને તેની પત્ની ગુમ થયેલ છે તેવી ગુમસુધા ફરિયાદ કરી હતી જેથી કરીને જગદીશભાઈ ડાંગર આગળની તપાસ કરી રહ્યા હતા તેવામાં આ મહિલાએ પોલીસ સ્ટેશને તેના પતિ સાથે આવી હતી અને પોલીસને જણાવ્યુ છે કે, બે વર્ષ પહેલા પીપળી રોડ ગોલ્ડ કોઈન સિરામિકમાં તે માર્કેટિંગનું કામ કરતી હતી જેથી કરીને અપડાઉન કરતી હતી ત્યારે શ્રી હરી હાર્ડવેરમાં કામ કરતો ભાવિન નામનો યુવાન પણ તેની સાથે અપડાઉન કરતો હતો જેથી તેની સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને પતિની જાણ બાહર તે તેને મળવા માટે પણ જતી હતી અને આ બાબતની તેના પતિને જાણ થતાં ઝઘડો થયો હતો જેથી તે અમદાવાદ જતી રહી હતી અને ત્યાર બાદ તેના પતિ તેને લેવા આવતા તેની સાથે તે આવી ગયેલ છે  






Latest News