હળવદના જુના માલણીયાદ ગામે લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ભાજપના ટેબલે બેઠેલા યુવાન ઉપર જીવલેણ હુમલો
મોરબીનું મહાપાલિકા તરફ પર્યાણ: આસપાસના ૧૫ ગામોની ખેતી-બિનખેતી સહિતની વિગતો માંગી
SHARE









મોરબીનું મહાપાલિકા તરફ પર્યાણ: આસપાસના ૧૫ ગામોની ખેતી-બિનખેતી સહિતની વિગતો માંગી
રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાર બાદ હવે આસપાસના ગામડાઓને પાલિકામાં સમાવવા માટેનું ગતિવિધિ શરૂ કરવામાં આવી છે અને હાલમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોરબીની આસપાસના ૧૪ ગામના ખેતી અને બિનખેતી સહિતના તમામ દસ્તાવેજી આધારે ટીડીઓ અને મામલતદાર પાસેથી માંગવામાં આવેલ છે
મોરબી પાલિકામાંથી મળી રહેલ માહિતી મુજબ હાલમાં ચીફ ઓફિસર દ્વારા ટીડીઓ અને મામલતદાર (ગ્રામ્ય) ને પત્ર લખવામાં આવેલ છે અને તેમાં જણાવ્યુ છે કે, સરકારે મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવાની જાહેરાત કરેલ છે જેથી મહાપાલિકામાં પંચાયત ગામતળ અને સીમતળનો તમામ વિસ્તારનો સમાવિષ્ટ કરવા દરખાસ્ત કરવા છે જેથી કરીને પંચાયતના હદ વિસ્તારના હયાત ક્ષેત્રફળની વિગત આપવા માટે જણાવ્યું છે જેમાં ખેતી અને બિનખેતીની જમીન સહિતની માહિતી આપવાની છે વધુમાં મળતી માહિતી મુજબ આ વિગતો મોરબી નજીકના લાલપર, ઘૂટું, પીપળી, શનાળા, રવાપર, લીલાપર, અમરેલી, નાની વાવડી, ટીંબડી, ધરમપુર, ભડિયાદ (જવાહરનગર સહીત), ત્રાજપર (માળિયા વનાળીયા સહીત), મહેન્દ્રનગર (ઇન્દીરાનગર સહીત) અને માધાપર તેમજ વજેપર ઓજી વિસ્તારમાંથી માંગવામાં આવેલ છે

