મોરબીમાં પરણિતાના પ્રેમ સબંધની પતિને જાણ થઇ જતાં ઘરેથી જતી રહી હોવાનું ખૂલ્યું
મોરબીના પાવળીયારી નજીક કારખાનાના લેબર કવાટરમાં આધેડે અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
 
																			 
						 
						 
						 
						 
						 
						 
						 
						 
						 
						 
						 
						 
						મોરબીના પાવળીયારી નજીક કારખાનાના લેબર કવાટરમાં આધેડે અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવળીયારી કેનાલ પાસેના સિરામિક યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા અને મૂળ બિહારના આધેડે લેબર કવાટરમાં અંતિમ પગલું ભરી લીધું હતું જેથી તેનું મોત નીપજ્યું હતું બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે સિયારામ સીરામીકના લેબર કવાટરમાં છેલ્લા બે વર્ષથી રહેતા અને મૂળ બિહારના વતની મોન્ટુસિંગ વિજયસિંગ ખુરમી (ઉમર ૫૭) નામના આધેડે આજે તા.૧૭-૫ ના મોડી રાત્રિના ૨:૩૦ વાગ્યાના અરસામાં તેમના લેબર કવાટરમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને મોન્ટુસિંગ વિજયસિંગ ખુરમી નામના ૫૭ વર્ષના મજુર આધેડનું મોત નિપજયુ હતું.ઉપરોક્ત બનાવ સંદર્ભે કારખાનામાંથી પ્રવીણભાઈ કાવર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ડેડબોડીને પીએમ માટે જેતપર સીએચસી ખાતે લઈ જવામાં આવ્યું હતું.તાલુકા પોલીસે બનાવ અંગે એડી દાખલ કરી હતી અને તેની આગળની તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.હાલ કયાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે તપાસનો વિષય છે.
જોકે સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક મોન્ટુસિંહ છેલ્લા કેટલાક સમયથી લીવરની બીમારીથી પીડાતા હતા અને ડાયાબિટીસ પણ વધી ગયું હોય બીમારીથી તેઓ કંટાળી ગયા હતા.તેઓ કામકાજ પણ કરી શકતા ન હતા.દરમ્યાનમાં તેઓએ આ પગલું ભરી લેતા તેમનું મોત નિપજેલ છે.જોકે ખરું કારણ શું છે તે દિશામાં તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
ઝેરી સાપ કરડી જતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે ઇટાલિકા સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા મોતીલાલભાઈ જિંદાલાલભાઈ મેડા જાતે આદિવાસી નામનો ૪૫ વર્ષનો યુવાન રાત્રિના લેબર કવાટરમાં સુતો હતો ત્યારે રાત્રીના બે વાગ્યાના અરસામાં કોઈ ઝેરી સાપ કરડી જતા તેને અસર થઈ હતી.જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.તેની સાથે કામકાજ કરતા એમપીના જ વતની શ્યામભાઈ તેને સારવાર માટે સિવિલે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે.સાથે કામ કરનાર શ્યામભાઈના જણાવ્યા પ્રમાણે મોતીલાલ મેળા જાતે આદિવાસીને દિવસની નોકરી હોય તે રાત્રીના સૂતો હતો અને લેબર કવાટરમાં તે સૂતો હતો ત્યારે રાત્રિના બે વાગ્યાના સમયે તેને સાપ કરડી ગયો હતો.જેથી અસર થતા પ્રથમ સિવિલ હોસ્પિટલે અને બાદમાં તેને વધુ સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લઈ જવામાં આવેલો છે.તે મૂળ મધ્યપ્રદેશનો વતની હોય અને હાલ પરિવાર સાથે અહીં રહીને મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળેલ છે.
 
						 
						









 
										 
										 
										 
										 
										 
										 
						 
						 
						 
						 
						 
						 
						 
						 
						 
						