મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

લાલચ બૂરી બલા હૈ: મોરબીમાં શેર બજારમાં રોકાણ કરી કામવી દેવાની લાલચ આપીને યુવાન સાથે 1.76 કરોડથી વધુની છેતરપિંડી


SHARE

















લાલચ બૂરી બલા હૈ: મોરબીમાં શેર બજારમાં રોકાણ કરી કામવી દેવાની લાલચ આપીને યુવાન સાથે 1.76 કરોડથી વધુની છેતરપિંડી

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા યુવાનને શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવી આપવાની લોભવણી લાલચ આપવામાં આવી હતી અને તેને વિશ્વાસમાં લઈને શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે અને 1.76 કરોડથી વધુની કિંમતની રકમ જુદા જુદા બેંકના એકાઉન્ટમાં મેળવી લીધા હતી અને ભોગ બનેલ યુવાનને રૂપિયા પરત આપવામાં આવ્યા નથી. અને તેની સાથે છેતરપિંડી થયેલ છે જેથી કરીને હાલમાં બે વ્હોટ્સએપ નંબર તથા 11 એકાઉન્ટના ધારકોની સામે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા જયદીપભાઇ ગોરધનભાઈ આદ્રોજા જાતે પટેલ (31) એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે વ્હોટ્સએપ નંબરના ધારક તથા 11 જુદા જુદા બેન્ક એકાઉન્ટના ધારકોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેબે જણાવ્યું છે કે, ગત તા. 3/4/24 થી 22/5/24 દરમિયાન આરોપીઓએ કાવતરું રચીને ફરિયાદીને શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરવાની અને સારો નફો કમાવી આપવાની લાલચ આપી હતી. અને ફરિયાદી પાસેથી શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને 1,76,42,580 રૂપિયા જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં મેળવી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીને તે નાણા આજ દિવસ સુધી પરત આપવામાં આવ્યા નથી.

જેથી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં વ્હોટ્સએપ નંબર ૮૮૮૬૭ ૪૦૭૭૫ અને ૬૩૫૯૫ ૨૪૪૬૧ ના ધારક તેમજ Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4524029725677972, Punjab National Bank એકાઉન્ટ નંબર 8675002100001307, Punjab National Bank એકાઉન્ટ નંબર 2432002105255537, Hdfc Bank એકાઉન્ટ નંબર 50200046878272, Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4747020001074376, Punjab National Bank ના એકાઉન્ટ નંબર 6099002100010158, AU Small Bank ના એકાઉન્ટ નંબર 2111257435959841, Uco bank ના એકાઉન્ટ નંબર01260210006108, IndusInd Bank ના એકાઉન્ટ નંબર 201002743173, SBI Bank ના એકાઉન્ટ નંબર 00000042774102771 આને ICICI Bank ના એકાઉન્ટ નંબર 649605500252 ના ધારક  સામે નોંધાવેલ ફરિયાદ આધારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એસ.પટેલ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.




Latest News