એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામના યુવાને વ્યાજખોરોને 10 લાખની સામે 80 લાખ ચુકવ્યા છતાં પાંચ લાખની પઠાણી ઉઘરાણી !


SHARE

















માળીયા (મી)ના સરવડ ગામના યુવાને વ્યાજખોરોને 10 લાખની સામે 80 લાખ ચુકવ્યા છતાં પાંચ લાખની પઠાણી ઉઘરાણી !

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા યુવાને બે શખ્સ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે યુવાને આરોપીઓને 80 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા યુવાન પાસેથી વધુ પાંચ લાખ રૂપિયા પડાવવા માટે થઈને તેને વ્હોટસએપ કોલ કરીને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે હાલમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઈ લોદરીયા જાતે પટેલ (23)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિરમભાઈ હમીરભાઈ કરોતરા રહે. શક્ત સનાળા, કિશનભાઇ ઉર્ફે દુષ્યંતભાઈ મહેશભાઈ અજાણા રહે. શક્ત શનાળા તથા પ્રવીણભાઈ રબારી રહે ખાનપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે વિરમભાઈ અને કિશનભાઇ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે ફરિયાદી યુવાને અત્યાર સુધીમાં બંને વ્યાજખોરને 80 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધેલ છે.

છતાં ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા વધુ પાંચ લાખ રૂપિયા પડાવવા માટે થઈને ફરિયાદીના ફોનમાં વ્હોટસએપ કોલ કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. અને વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News