મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું
SHARE
મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું
ભારત પેટ્રોલિયમ દ્વારા સ્વચ્છતા પખવાડા અભિયાન અંતર્ગત પીપળી ગામમાં ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં સરપંચ અને તલાટી મંત્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતી ત્યારે મહાદેવનાં મંદિરમાં સાફ સફાઈ કરી હતી તેમજ આવનાર દરેક ગ્રામજનોને ભારત પેટ્રોલિયમ તરફથી ટી-શર્ટ ટોપી અને બેગ આપવામાં આવી હતી. આ કાર્ય માટે જયદીપભાઇ પારઘી તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. તેમજ વાકાનેરના જામસર સી આરસી સરકારી માધ્યમિક શાળા ખાતે પર્યાવરણના જતન અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કાર્યકમ કરવામાં આવેલ હતો. જેમાં સમથેરવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો અને વિધાર્થીઓના હસ્તે વૃક્ષો રોપવામાં આવ્યા હતા