મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સો-ઓરડી ખાતે બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 1 થી 12 અને ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, ડો.બાબા સાહેબના જીવન ચરિત્ર અંગેની બુક્સ સાથે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એમડી રિટાયર્ડ સિવિલ સર્જન ડો. એમ.બી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણ, નાયબ મામલતદાર શૈલેષભાઈ રાઠોડ, નાયબ મામલતદાર ગીરીશભાઈ બોસિયા, પીજીવીસીએલ શંકરભાઈ પરમાર, ડો.મુકેશભાઈ એન.વાણીયા, ડો. નટવરભાઈ સી.સોલંકી, ડો.પરેશ પારીયા, ડો.સુરજ ડી.ઝાલા, ડો.વિશાલ ડી.ઝાલા, કેશવલાલ આર.ચાવડા, નાનજીભાઈ એચ. બોસીયા, દેવજીભાઈ એમ.મકવાણા ગોરાભાઈ બોસીયા, નારણભાઇ આર.સોલંકી, રાઘવજીભાઈ આર.પરમા, જીવણભાઈ આર.સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં સંસ્થાના પ્રમુખ આકાશભાઈ પરમારે જણાવ્યું હતું કે, શિક્ષણ એ જ સમાજ અને વ્યકિતના જીવન ઘડતર માટેનું એક મહત્ત્વનું પરિબળ છે. જેથી વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.