નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી નજીક રોંગ સાઈડમાં બાઇક લઈને જઇ રહેલ યુવાન ડમ્પરની નીચે આવી જતાં મોત


SHARE





મોરબી નજીક રોંગ સાઈડમાં બાઇક લઈને જઇ રહેલ યુવાન ડમ્પરની નીચે આવી જતાં મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ અશ્વમેઘ કાંટા પાસેથી રોંગ સાઈડમાં બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા ડમ્પર સાથે તેનું બાઈક અથડાતા ડમ્પરની નીચે યુવાન આવી ગયો હતો અને તેને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ સાનવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો આકાશ કાલુભાઈ ભાભર (25) નામનો યુવાન બાઈક નંબર એમપી 11 એનજે 0330 લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ અશ્વમેઘ કાંટા પાસેથી રોંગ સાઈડમાં પસાર થયો હતો ત્યારે સામેના ભાગેથી આવી રહેલા ડમ્પર નંબર જીજે 9 એવી 2423 ની સાથે તેનું બાઈક અથડાયું હતુ અને અકસ્માત થયો તો જે બનાવમાં યુવાન ડમ્પરની નીચે આવી ગયો હતો જેથી તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે સુખરામભાઇ મુન્નાભાઈ ઉર્ફે ઓમભાઈ બોરોલે (30) રહે. હાલ સાનવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ લેબર ક્વાર્ટરમાં વાંકાનેર મૂળ રહે એમપી વાળાની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News