મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત


SHARE





વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા માટે તે મહિલાને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

વાંકાનેરના ભરવાડપરા શેરી નં-7 માં રહેતા અવધૂતભાઈ ભુપતભાઈ સરૈયાના પત્ની રૂપલબેન સરૈયા (25એ ગત તા. 23 ના રોજ રાત્રે દસેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું જેથી તે મહિલાને ઝાડા ઉલટી થવા લાગતા તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. કે.એચ.ભોચીયા ચલાવી રહ્યા છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીધું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

મારામારીમાં ઇજા થતાં સારવારમાં

મોરબીના રોહીદાસપરા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજાગ્રસ્તોમાં રામજીભાઈ મોહનભાઈ આંબલીયા (63) તથા તેમના ભાઈનો દીકરો અને તેના પરિવારના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી કાંતિલાલ લાલજીભાઈ આંબલીયા (50)ને ઈજા થતાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News