મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ


SHARE





પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ

ટંકારાના સરાયા ગામના રહેવાસીએ બોઇલર મંગાવ્યું હતું જો કે, આર.બી.આઇ. માન્ય બોઇલર લીધું હતું. પરંતુ બોઇલર આર.બી.આઇ. માન્ય આપ્યું ન હતું. જેથી પૈસા પરત માંગ્યા હતા પરંતુ કંપનીએ પૈસા પાછા આપેલ ન હતા. માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી જેમાં કોર્ટે કંપનીને મશીન માટે લીધેલ રકમને વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત છે કે, સરાયા ગામના વતની શ્યામ કેહાલ ફીડના પાર્ટનર મનહરભાઇ મોરડીયાએ આર.બી.આઇ. સર્ટિફાઇડ બોઇલરની જરૂરત હતી જેથી તેમણે પંજાબના જલંધરની કંપની ખન્ના કંપની પાસેથી ૧૪,૮૩,૭૩૨ ભરીને મશીન મંગાવ્યું હતું. તે બોઇલર આર.બી.આઇ. સર્ટિફાઇડ આવેલ નહીં. અને રાજકોટના આસીસ્ટન્ટ ડાયરેકટર ઓફ બોઇલર્સે તે અમાન્ય રાખેલ હતું. તેથી મનહરભાઇએ જંદધર ખન્ના કંપની પાસેથી પૈસા પરત માંગેલ હતા અને વારંવાર રજુઆત કરવા છતાં જવાબ ન મળતા મનહરભાઇએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો જેમાં ખન્ના કંપનીને કોર્ટે ૧૪,૮૩,૭૩૨ તેમજ ૮,૦૦૦ રૂપિયા ખર્ચના કેસ દાખલ કર્યાની તા. ૨૨/૬/૨૦૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવાનો આદેશ કરેલ છે.

કોઇપણ ગ્રાહકને વીમો-ફાઇન્સ કે અન્ય બાબતમાં અન્યાય થયો હોય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) ઉપ પ્રમુખ બળવંત ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદી જણાવવામાં આવેલ છે.




Latest News