વાંકાનેરના માટેલ રોડે કારખાનાની કોલોનીમાં રૂપિયાની લેતીદેતી બાબતે યુવાનની હત્યા
મોરબી નજીક કારખાનામાં લોડરનું વ્હીલ ફરી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં લોડરનું વ્હીલ ફરી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત
મોરબી નજીકના કાલિકા નગર ગામ પાસે આવેલ તુલસી મિનરલ નામના કારખાનામાં બોઈલ વિભાગમાં લોડર પડ્યું હતું જેની સુપડીમાં ત્રણ વર્ષનો બાળક રમતો હતો દરમિયાન લોડરના ચાલકે બેફિકરાયથી તે વાહન ચાલુ કરીને લોડરની સુપડી ઉંચી કરી હતી જેથી તેમાં રમી રહેલ બાળક નીચે પટકાયો હતો અને ત્યારબાદ તેના છાતીના ભાગ ઉપરથી લોડરના વ્હીલ ફરી જતા તેની નીચે દબાઈ જવાના કારણે માસુમ બાળકનું મોત થયું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ લોડર ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર કાલિકા નગર ગામની સીમમાં આવેલ તુલસી મિનરલ્સ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં કામ કરતા જીતેલસિંહ ગુમનસિંહ ડાવર (21) નામના યુવાને લોડર નંબર જીજે 36 એસ 3717 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનો ત્રણ વર્ષનો દીકરો શિવા કારખાનાના બોઇલ વિભાગ પાસે પડેલા લોડરની સુપડીમાં રમતો હતો દરમિયાન લોડરના ચાલકે તેનું વાહન અચાનક ચાલુ કરીને લોડરની આગળની સુપડી ઉંચી કરતા બાળક ઉપરથી નીચે પટકાયો હતો અને ત્યારબાદ તેના શરીર ઉપરથી લોડરનું આગળનું જમણી તરફનું વ્હીલ છાતી ઉપરથી ફરી ગયું હતું જેથી કરીને તે બાળકને ગંભીર રીતે ઇજા થયેલ હતી અને તે બાળકનું મોત નીપજયું હતું આ અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને લોડર ચાલક સુનિલભાઈ કાળુભાઈ મેડા (23) રહે. હાલ મોરબી મૂળ રહે મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.