મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ


SHARE













મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ

મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલવાની કામગીરી મિલકતવેરા શાખાએ હાથ ધરી હતી. દરમ્યાન મોરબીના 108 બાકીદારોની મિલકતને મનપાની ટીમે સીલ કરી છે અને મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ કરાયા છે.

મોરબી માનગર પાલિકાની મિલકતવેરા શાખા દ્વારા જે મિલકત આસામીઓ દ્વારા મિલકતવેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી અંતર્ગત ગત અત્યાર સુધીમા કુલ 1275 મિલકતવેરો ન ભરનાર આસામીને નોટિસ આપી હતી. આ સીલીંગ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 27.37કરોડની મિલકતવેરા શાખાને આવક થઈ હતી, તેમજ જુદા- જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2.57કરોડની મિલકતવેરા શાખાને આવક થઈ હતી. જેમાં 42 બાકીદારોએ મિલકતની રકમ ભરતા તેઓની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું હતું. હાલ 64 મિલકતધારકોને મિલકત સીલ કરાય છે, અને જે રહેણાંક મિલકત હોય તેનો મિલકત વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી 2 મિલકતનું નળકનેકશન મિલકત વેરા શાખાએ કાપ્યું હતું અને આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10,000 ઉપર મિલકતવેરો બાકી તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્વારા આપતા મિલકતધારક દ્વારા ટેકસ ભરપાઈ કરવામાં નહિ આવે તો રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કાપ્યામાં આવશે. આગામી સમયમાં મિલકતવેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે ટેકસશાખાની વોરંટ બજવણી અને સીલીંગ પ્રોસેસ તા. 31-03-2026 સુધી યથાવત રહેશે. જેની સર્વે બાકીદારોએ નોંધ લેવી.






Latest News