મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી


SHARE









ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂની બોટલો મળતી હોય છે તે તો સમજી શકાય પરંતુ મોરબી તાલુકાના આંદરણા ગામે આવેલ સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ભણાવતો હોય અને ક્લાસરૂમમાંથી જ દારૂની બોટલ પણ મળે તેવી ઘટના સામે આવી છે જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શિક્ષકની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વર્તમાન સમયમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ વિગેરે જેવી નશાકારક વસ્તુઓનું વેચાણ થતું હોય તેવો ઘાટ મોરબી સહિત ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર દારૂની ખાલી બોટલો પણ જોવા મળતી હોય છે આટલું નહીં પરંતુ કરોડો રૂપિયાનો દારૂ પોલીસની જુદી જુદી બ્રાન્ચ દ્વારા પકડવામાં પણ આવતો હોય છે તેમ છતાં પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તેવો એક ઘાટ મોરબીની અંદર જોવા મળ્યો છે. મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામે સરકારી શાળામાં રાજુભાઈ પરમાર નામના શિક્ષક વિદ્યાર્થીઓને ક્લાસની અંદર ભણાવતા હતા ત્યારે તે નશાની હાલતમાં હોવા અંગેની ગામની અંદર રહેતા નિવૃત આર્મીમેન અનિલભાઈ તથા ગામના મહિલા સરપંચના પતિ નીતેશભાઇ ચાવડા ને જાણ થઈ હતી.

જેથી તેઓ તાત્કાલિક નિશાળે પહોંચ્યા હતા અને ત્યારે શાળાના ક્લાસરૂમમાં શિક્ષક રાજુભાઈ પરમાર હાજર ન હતા પરંતુ તે ક્લાસરૂમની અંદર ચેક કરવામાં આવતા સ્થળ ઉપરથી પ્લાસ્ટિકની બેગમાંથી દારૂની અડધી ભરેલી બોટલ તથા પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરેલું મળી આવ્યું હતું અને ત્યારબાદ અનિલભાઈ અને નીતેશભાઈએ શિક્ષક રાજુભાઈને શોધવા માટે થઈને શાળામાં જુદા જુદા રૂમમાં ચેક કર્યું હતું.

ત્યારે ઓફિસમાંથી રાજુભાઈ પરમાર મળી આવ્યા હતા અને તેઓ નશાની હાલતમાં હતા અને શિક્ષક શાળાની અંદર નશો કરીને વિદ્યાર્થીઓને ભણાવતો હોય આવી ઘટના સામે આવી હોવાથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં સરકારી શાળાના શિક્ષક રાજુભાઈ પરમાર સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News