હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાળક સારવારમાં


SHARE









મોરબીમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાળક સારવારમાં

મોરબીના શનાળા રોડ સરદાર પાસે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામેલા વિનોદ ગણેશભાઈ સોની (૧૫) રહે.શંકર હાઇટ એવન્યુ પાર્ક સોસાયટી રવાપર રોડને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉમા રેસીડેન્સીમાં રહેતા કાનજીભાઈ છગનભાઈ કાવર નામના ૬૯ વર્ષના વૃદ્ધ ઘર પાસે બાઈક પાછળ બેસીને જતા હતા ત્યાં રસ્તામાં બાઈકમાંથી પડી ગયા હોય ઇજા પામતા તેમને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબી વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા પરિવારની ખુશી અતુલભાઇ રાવલ નામની ૧૪ વર્ષની યુવતી કોઈ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી જતા તેણીને મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને બનાવને પગલે હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.તેમજ મોરબીની સુપર ટોકીઝ પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં દીપેશભાઇ નટવરલાલ રાઠોડ (૪૦) રહે.રાવલ શેરી મોરબીને ઇજા થઈ હોય તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

બાળક સારવારમાં

હળવદના ચરાડવા ગામે રહેતા પરિવારનો ક્રીસ જીલાભાઈ રાતડીયા નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે ચરાડવાના દેવળિયા રોડ ખાતે તે બાઈકમાંથી પડી ગયો હોય ઇજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળીયા મિંયાણા ખાતે મોટી બજાર પાસે આવેલ મહંમદશાહની દરગાહએ જતા સમયે બાઈકમાંથી પડી જવાથી શેરબાનુબેન સલીમભાઈ નોબે (૪૩) રહે.શાંતિવન સોસાયટી નવલખી ક્વાર્ટર મોરબીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણા ખાતે રહેતા પરિવારની સાબીયાબાનુ સરફરાજભાઈ કાજડીયા નામની સાત વર્ષની દીકરી સાયકલ લઈને જતી હતી ત્યારે પડી ગઈ હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.તેમજ કચ્છ રાપરના બાદરગઢ ગામે રહેતા ઘનશ્યામસિંહ વનુભા જાડેજા નામના ૪૩ વર્ષીય યુવાન ગામની સીમમાં બાઈક લઈને જતા હતા ત્યારે પડી ગયા હોય ઇજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.




Latest News