વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં રસ્તા ઉપર પડી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં રસ્તા ઉપર પડી જવાથી યુવાનનું મોત

મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીના પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમા પાડાપુલ નીચેના ભાગમાં રહેતા ચકુભાઈ નરશીભાઈ વાઘેલા (45) નામનો યુવાન મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

પડી જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ લેનકોસા સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો હરિકુમાર મોહનપ્રસાદ (26) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાંથી સિરામિકમાં કામે જતો હતો ત્યારે રસ્તામાં કોઈ પણ કારણોસર તે પડી ગયો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે.




Latest News