મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં રસ્તા ઉપર પડી જવાથી યુવાનનું મોત
મોરબીના યુવાનને શેરબજારમાં રોકાણ કરીને નફો કામવી દેવાનું કરીને 50 લાખની છેતરપિંડી: 7 મોબાઈલ-6 બેંક એકાઉન્ટ ધારક સામે ફરિયાદ
SHARE
મોરબીના યુવાનને શેરબજારમાં રોકાણ કરીને નફો કામવી દેવાનું કરીને 50 લાખની છેતરપિંડી: 7 મોબાઈલ-6 બેંક એકાઉન્ટ ધારક સામે ફરિયાદ
મોરબીમાં રહેતા યુવાનને શેર બજારમાં રોકણ કરીને સારો નફો કમાવવાની લાલચ આપીને ભરોસામાં લેવામાં આવ્યો હતો ત્યાર બાદ તેની પાસેથી ધીમેધીમે કરતાં 50 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને યુવાનને તે રૂપિયા પાછા આપવામાં આવેલ નથી જેથી ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 7 મોબાઈલ ફોન અને 6 બેંક એકાઉન્ટના ધારકોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની નોંધાવેલ છે જેથી પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમા આવેલ કન્યા છાત્રાલય રોડ અવધ સોસાયટીની બાજુમાં શ્રીકુંજ સોસાયટી શેરી નંબર-2 માં રહેતા અને કન્સલ્ટન્ટનો ધંધો કરતાં ભરતભાઇ ગોરધનભાઇ પાંચોટીયા (43)એ હાલમાં મોબાઈલ નંબર 7751065932, 8975344637, 9235197878, 9863546713, 8457844521, 8456876285, 9178179885 ના ધારકો તેમજ બંધન બેંક એકાઉન્ટ નં. 20100027757602, બંધન બેંક એકાઉન્ટ નં. 20100028167985, એકસીસ બેંક એકાઉન્ટ નં. 923020048020873, SBI બેંક એકાઉન્ટ નં. 43069607063, પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ નં. 1403102100000374 અને SBI બેંક એકાઉન્ટ નં. 43059453158 ના ધારકો તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે.
જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તા. 14/6/24 થી 3/7/24 દરમ્યાન આરોપીઓએ ફરીયાદીના વાટસએપ નંબર ઉપર મોબાઈલ નંબર 8457844521 અને 8456876285 માંથી https://ahthadown.asthadownload.com/down /5401YHruYi નામની લીંક મોકલેલ હતી અને આ બન્ને વોટ્સએપ નંબરની પ્રોફાઇલ ચેક કરતા તેઓનુ નામ પ્રિયંકા કુમારી તથા શૈાર્યમ ગુપ્તા જાણવા મળેલ હતું. ત્યાર બાદ આ બંન્ને વોટસએપ નંબર પરથી શેરબજારમા રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી અને શેરબજારમા રોકાણ કરવા સારૂ “Astha” એપ્લીકેશન મારફતે શેરબજારમાં રોકાણ કરતો હોવાથી એપ્લીકેશનમાં જુદી- જુદી કંપનીના નવા આઇપીઓ શેર લાગેલ હતા જેથી ફરિયાદીએ રોકાણ કર્યું હતું અને તેને લાગેલ આઇપીઓના રૂપીયા ફરિયાદી પરત લેવા માટે મેસેજ કર્યો હતો ત્યારે આરોપીઓએ ફરિયાદીનું એપ્લીકેશન લોગીંન આઇ.ડી. લોક કરી દીધું હતું.
ત્યાર બાદ ફરિયાદીને વોટસએપ ગૃપમાંથી એકઝીટ કરી દીધેલ અને ગુન્હાહીત કાવતરૂ રચી ફરિયાદીને શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને તેનો વિશ્વાસ અને ભરોસો કેળવીને ખોટુ નામ ધારણ કરીને ફરિયાદીના રૂપિયા શેરબજારમાં રોકાણ કરવાનું બહાનું કરીને તેની પાસેથી 50 લાખ રૂપિયા જુદા જુદા બેંક એકાઉન્ટમાં લઈ લેવામાં આવેલ છે. જે રૂપિયા આરોપી દ્વારા પરત આપવામાં આવેલ નથી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે BNS કલમ- 316(2), 319 (2), 318 (4), 61 (2) તથા આઇ.ટી એકટ કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.