મોરબી: બીજામૃતથી બીજની શક્તિ વધારો, બીજથી લઈને પાક સુધીની સફળ ખેતી મોરબીમાં આકાશી વીજળીથી અવસાન પામેલ મૃતકના પત્નીને ૪ લાખની સહાય અર્પણ મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા ૦૧ સપ્ટેમ્બર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે મોરબી જિલ્લાના ચકચારી બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી તલાટી મંત્રીના રેગ્યુલર જામીન માટેની અરજી રદ્દ મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતાં આગેવાનો મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન મોરબીમાં પોકસો, અપહરણ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપવાના કેસમાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે


SHARE















મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે

કયો ખોરાક એસિડિક શરીર માટે સારો તેનો જવાબ જોઈએ તો પોતાના ડોકટર પોતે ન બનવું જોઈએ.છતાં પણ હાઈ એસિડ વધતા શરીરમાં ખૂબ નુકશાન થાય છે.માટે સામે હાઈ બેઇઝ ધરાવતા ખોરાક પણ લેવા જોઇએ.

એસીડીટી સામે રક્ષણ માટે જોઇએ તો દુધ લેવું જોઇએ દૂધમાં પામીટિક અને લેક્ટિક એસિડ હોય છે છતાં પેટમાં જતા એસિડીટી મટાડે છે.છાશ એક પ્રકારના વિટામિન-સી નો સ્ત્રોત છે છતાં પણ પેટની એસિડિટી મટાડે છે.ગોળ કેજે એક વનસ્પતિજન્ય પેદાશ છે.મતલબ શેરડીમાંથી બને છે. જે પચવામાં હળવા અને શરીરમાં દાહ ઓછી કરે છે. તજ લઇ શકાય તે સ્વાદે તીખા પરંતુ પ્રકૃતિએ ઠંડા હોય છે.વરિયાળી લેવી જે હાઈ ફાઇબર અને ઠંડી પ્રકૃતિની હોઇ છે.

તે ઉપરાંત કેળા કે જે ઘણા ગુણ ધરાવે છે એમાંનો એક ગુણ દાહ ઓછો કરવાનો એટલે કે એસીડીટી મટાડવાનો છે.ઇસબગુલ લેવું તે બેઇઝીક નથી પરંતુ હાઈ ફાઇબર હોવાથી એસિડિટી મટાડે છે.તકમરિયા કે જેને હિન્દીમાં સબ્જા સિડ કહે છે.તેની પ્રકૃતિ અતિશય ઠંડી હોય છે અને એસિડિટીઈમાં ખૂબ સારા અને ઉપયોગી હોય તે લેલા જોઇએ.તેમજ તુલસીના પાંદડા કે જે તીખાશયુક્ત પરંતુ પેટમાં દાહ ઓછી કરે છે તે અને સાકર કે જે કુદરતી રીતે બનાવેલ હોય તે એસીડીટીમાં શરીરને ફાયદો કરે તેમ હોય તેનું સેવન કરવું જોઇએ.આ બધી વસ્તુઓ એકી સાથે ઉપયોગ ન કરવો.એસિડિટીને સામાન્ય રોગ ન સમજીને જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લેવી જ હિતાવહ છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મલશે 

મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૦ ને રવિવારે સવારે ૮ થી ૧ રાહત દરે વસ્તુઓનું વેચાણ થશે જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ, સુધ્ધ ચોખ્ખું મધ હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ પાવડર ચુર્ણ ધુપ અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મલશે તેમજ ઓઈલ મીલમાં ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની શાની (કચ્ચરીયુ) ત્થા તેલ સુધ્ધ સીંગતેલ એક વર્ષની ગેરેન્ટી વાળુ તેમજ દરેક બીમારીમા ઉપયોગી દેશી ખાંડ, સિંધાલૂણ, ગોળ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી મલશે તેમ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ જણાવેલ છે.આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.કાપડની થેલી સાથે લઈને આવવુ.




Latest News